ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पांग કેડી
पांधरूण પગલું
पांढरा ઓછાડ
पाउल સફેદ
पांदी ઉપકાર
ઓળખાણ પડી?
કેડ ઉપર બાંધી પ્રસંગમાં મહાલવા માટે વપરાતા સોનાચાંદી વગેરેના સાંકળીદાર પટ્ટાની ઓળખાણ પડી? એક સમયે દાગીના તરીકે તેનું મહત્ત્વનું સ્થાન હતું.
અ) ઝાંઝર બ) બાજુબંધ ક) કંદોરો ડ) આભૂષણ
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. સ્ત્રીની એકમાત્ર નણંદની દીકરીના નાના સ્ત્રીને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકાજી બ) સસરા ક) નણદોઈ ડ) ફુઆજી
જાણવા જેવું
ઊંચી કોટિના જીવની આંખ બહુ ફરી શકે એવી અને કઠણ હોય, પણ હલકાં પ્રાણીમાં બહુ સાદી હોય. કોઈ જીવોને તો માત્ર એક ટપકાં જેવી આંખ હોય. રક્ષા માટે પોપચું કે પાંપણ હોતાં નથી. કરોળિયાને આઠ આંખ હોય છે. કરોડરજ્જુવાળાં પ્રાણીની આંખ ખોપરીની નીચે ખાડામાં સચવાય તેમ રખાયેલી અને તેની ઉપર પોપચાનું ઢાંકણ હોય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં એક જંગલી હિંસક પ્રાણી સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
ઘણા સમયથી બંધ હોવાથી ઘર અવાવરુ થઈ ગયું છે.
નોંધી રાખો
ક્રોધ પર કાબૂ રાખવો જરૂરી છે, કારણ કે જે માણસ પોતાના ક્રોધ પર કાબૂ નથી રાખી શકતો એ ખરી પડેલા સૂકા પાન જેવો હોય છે જે પવનના સામાન્ય જોરથી પણ ઊડી જાય છે.
માઈન્ડ ગેમ
નાટકમાં અભિનય કરવા ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન કરનારાં સિદ્ધહસ્ત લેખિકા વર્ષા અડાલજાની નવલકથા શોધી કાઢો.
અ) એક ભલો માણસ ૨) પરમ સમીપે ૩) પાંચ પગલાં પૃથ્વી પર ૪) મારે પણ એક ઘર હોય
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
सोंग ઢોંગ
सोई સગવડ
सोकणे લત લાગવી
सोईस्कर અનુકૂળ
सोज्वळ નિર્મળ
ગુજરાત મોરી મોરી રે
બહેન
ઓળખાણ પડી?
રિહાના
માઈન્ડ ગેમ
ઝૂલણ ગોસ્વામી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
દાનત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મેઠીયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હિના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ ટોલિયા (૪૦) ભાવના કર્વે (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૦) નંદકિશોર સંજાણવાળા (૫૧) કશોર બી. સંઘરાજકા (૫૨) જગદીશ ઠક્કર