સ્પેશિયલ ફિચર્સ

ડાયાબિટીસના પુરૂષ દર્દીઓમાં કિડની અને હ્રદય રોગનું જોખમ વધુ હોય છે, અભ્યાસનું તારણ

આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. આ લાઇફસ્ટાઇલ રોગના દર્દીઓ અંગે એક નવું સંશોધન સામે આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે પુરૂષો ડાયાબિટીસથી પીડાય છે તેઓમાં મહિલાઓની સરખામણીમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે. સિડની યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસને કારણે થતા હૃદય, પગ, કિડની અને આંખના રોગો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળ્યા હતા.

આ સંશોધનમાં 25,713 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોની ઉંમર 45 વર્ષથી વધારે હતી અને તેઓ બધા જ ટાઇપ 1 કે ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત હતા. આ લોકોમાં ડાયાબિટીસને કારણે વિકસીત થતી સ્વાસ્થ્ય સમસ્યાઓનું 10 વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમનો ડેટા મેડિકલ રેકોર્ડ સાથે જોડવામાં આવ્યો હતો અને તેમાંથી તારણો કાઢવામાં આવ્યા હતા.

સંશોધકોને જાણવા મળ્યું હતું કે 25,713 લોકોના અભ્યાસમાંથી 44 ટકા પુરૂષોને સ્ટ્રોક અને હૃદયની નિષ્ફળતા સહિત કાર્ડિયોવેસ્ક્યુલર ગૂંચવણો હોવાનું જણાયું હતું. તે જ સમયે, 31 ટકા મહિલાઓને આ રોગોનું જોખમ હોવાનું જણાયું હતું. યુનિવર્સિટીના આ તારણો ‘જર્નલ ઓફ એપિડેમિઓલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થ’માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસથી પીડિત 25 ટકા પુરુષોમાં પગ સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી. તે જ સમયે, મહિલાઓમાં આ સંખ્યા 18 ટકા છે. તે જ સમયે, ડાયાબિટીસથી પીડિત 35 ટકા પુરૂષો કિડનીના રોગોનો શિકાર હોવાનું જણાયું હતું. તે જ સમયે, ડાયાબિટીસથી પીડિત મહિલાઓમાં આ આંકડો 25 ટકા જોવા મળ્યો હતો.

સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે ડાયાબિટીસથી પીડિત મહિલાઓની તુલનામાં ડાયાબિટીસથી પીડિત પુરૂષોને હૃદયની સમસ્યા થવાની શક્યતા 55 ટકા વધુ જોવા મળે છે.

આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં પગ સંબંધિત રોગનું જોખમ 47 ટકા હતું. સંશોધનમાં 57 ટકા પુરૂષો અને 61 ટકા મહિલાઓમાં આંખની સમસ્યા જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button