Hardik – Natasha Divorce Rumour : હાર્દિકની પત્ની નતાશાએ નવી પોસ્ટમાં ‘હાશ! ભગવાને આ બહુ સારું કર્યું’ લખીને ફરી વિચારતા કરી દીધા
મુંબઈ/વડોદરા: ઑલરાઉન્ડર અને ભારતની ટી-20 વર્લ્ડ કપની ટીમના વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યાની સર્બિયન ઍક્ટ્રેસ-પત્ની નતાશા સ્ટૅન્કોવિચે હાર્દિક સાથેના ડિવૉર્સની જોરદાર અફવા તથા અટકળો વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટમાં ભગવાનનું નામ લઈને માત્ર બે શબ્દના લખાણથી બધાને ફરી વિચારતા કરી દીધા છે.
હાર્દિક તો વર્લ્ડ કપ માટે અમેરિકા પહોંચીને ટીમ સાથે જોડાઈ ગયો છે, પણ અહીં ભારતમાં તેની પત્ની ચર્ચામાં છે.
સર્બિયાની મૉડેલ અને અભિનેત્રી નતાશાએ મંગળવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં ‘હાશ! ભગવાને આ બહુ સારું કર્યું’ એવા અર્થમાં અંગ્રેજીમાં બે શબ્દ લખીને તેના અને હાર્દિકના કથિત ડિવૉર્સની અટકળને હજી ચાલુ રાખવાનો ક્રિકેટપ્રેમીઓને મોકો આપ્યો છે.
આ પણ વાંચો Hardik – Natasha : હાર્દિક પંડ્યાની પત્ની નતાશા કોની સાથે જોવા મળી જાણો છો?
હાર્દિક આઇપીએલની શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સીના મામલે ઘણા ક્રિકેટપ્રેમીઓની ટીકાનું નિશાન બન્યો હતો. જોકે તેને વખોડનારા ભૂલી ગયા હતા કે હાર્દિક ખરેખર તો ટીમ ઇન્ડિયાનો ઉપ-કપ્તાન હોવા ઉપરાંત મહત્ત્વનો ખેલાડી પણ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેક 10મા નંબર પર રહી એટલે તેની કૅપ્ટન્સીની ખૂબ ટીકા થવા લાગી. જોકે એક અહેવાલ અનુસાર હાર્દિકની ઈમેજ જે રીતે ખરડાઈ એને રોકવા તેમ જ સહાનુભૂતિ દ્વારા તેને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવા પીઆર (પબ્લિક રિલેશન્સ) સ્ટન્ટ દ્વારા તેના અને નતાશાના ડિવૉર્સની અફવા ફેલાવવામાં આવી હતી.
પીઆર સ્ટન્ટની વાત સાચી છે કે ખોટી એની તો જાણ નથી, પણ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સાથેની સ્ટોરીમાં ઈશ્વરનો આભાર માનતા જે બે શબ્દો લખ્યા એના પરથી હાર્દિકના ચાહકો ફરી ચિંતિત અને વિચારતા થયા જ હશે. નતાશાનો ક્રિપ્ટિક વીડિયો અને ઇમેજ બાંદરા-વરલી સી લિન્ક પરની ડ્રાઇવ દરમ્યાન લેવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલાં નતાશાએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં શૅર કરેલા ટ્રાફિકના સંકેતો સાથેની કૅપ્શનમાં આ પ્રમાણે લખાયું હતું: ‘કોઈક તો હવે રસ્તા પર આવી જ જવાનું છે.’
હાર્દિક-નતાશાએ 2020ની 31મી મેએ (કોવિડ-19 લૉકડાઉન દરમ્યાન) ઘરમેળે સાદાઈથી લગ્ન કર્યા હતા. એ જ વર્ષની 30મી જુલાઈએ નતાશાએ તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ રેડિટની એક પોસ્ટમાં હાર્દિક-નતાશાના છૂટાછેડાની અટકળ પહેલી વાર બહાર આવી હતી. થોડા સમયથી બન્ને જણ એકમેકના પિકચર્સ મીડિયામાં પોસ્ટ નથી કરતા અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી ‘પંડ્યા’ અટક કાઢી નાખી હતી.