નેશનલ

કાળઝાળ ગરમીથી મળશે રાહત, IMD એ આ રાજયોમાં કરી વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીથી (Heat) અનેક રાજ્યોને રાહત મળવાના સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD) દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. IMDએ કહ્યું છે કે આ રાજ્યોમાં 30 મેથી વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. IMD એ આગાહી કરી હતી કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે.

ગરમીની સ્થિતિ 30 મેથી ધીમે ધીમે ઓછી થવાની ધારણા

IMDએ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 29 મેના રોજ રાજસ્થાનના ઘણા ભાગો, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. તેમાં ધીમે ધીમે ઘટાડો થવાની ધારણા છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે ગરમીની સ્થિતિ 30 મેથી ધીમે ધીમે ઓછી થવાની ધારણા છે.

દિલ્હીના હવામાનની સ્થિતિ?

જ્યારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં આજે તેજ પવન સાથે હીટ વેવ ચાલુ રહેશે. જેમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જો કે આવતીકાલે વરસાદ બાદ હીટવેવની સ્થિતિ ઘટી શકે છે.

ચોમાસાની શું સ્થિતિ છે?

IMDએ પોતાના રિપોર્ટમાં ચોમાસાનો ઉલ્લેખ પણ કર્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું માલદીવ અને દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક સ્થળોએ આગળ વધ્યું છે. આગામી 3-4 દિવસમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બનશે.

આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

IMD અનુસાર, આગામી સપ્તાહે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ જેવા રાજ્યોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે દક્ષિણ તમિલનાડુ અને આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ 29 અને 30 મેના રોજ કેરળ અને પોંડિચેરીના માહેમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button