મરણ નોંધ

હિન્દુ મરણ

હાલ વિલેપારલાના શશિકાંત જગજીવનદાસ માસ્ટરના પત્ની સ્વ.શ્રીમતી જયશ્રી માસ્ટર (ઉં. વ. ૬૫), તા. ૨૬-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હેતલ, ધ્રુવી, સિદ્ધેશના માતુશ્રી. મનન, નયંતના સાસુમાં. વનિશકાના નાની. સ્વ.વૃંદાવન અને સ્વ.શશીકલા દમનિયાના દીકરી. સર્વપક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૬-૨૪, શનિવારે ૫ થી ૭, સંન્યાસ આશ્રમ હોલ, પોંડ ગાથન, નવાપાડા, કમલા નગર, વિલે પાર્લે વેસ્ટ, લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
ગં. સ્વ. સરોજબેન ચોલેરા (ઉં. વ. ૯૪) મુળ ગામ પોરબંદર હાલ વાસ્કો ગોવા તા. ૨૭-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. શાંતિલાલ તુલસીદાસ ચોલેરાના ધર્મપત્ની. સ્વ. રણછોડદાસ વીરજી દત્તાણીના સુપુત્રી. કુસુમ, હેમંત, નયના, રેખા, અશ્ર્વીનના માતુશ્રી. રમેશ પુષ્પસેન કોટક, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. રમેશ બાબુલાલ ઠક્કર, મહેશ પુષ્પસેન કોટક, સૌ. ઇલાબેનના સાસુ. દિપક, દિપેશ, રાજ, અનીશાના દાદી. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૪ના ગુરુવારના સાંજે ૪થી ૫. ઠે. હોટેલ એચ. કયુ, ૨ વાસ્કો-ડ-ગામા ગોવા, લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ ભાટીયા
ભાવેશ નવલખા (ઉં. વ. ૪૯) તે સ્વ.બીનાબેન તથા જયંત જયચંદ્ર નારાણદાસ નવલખાના પુત્ર. મીરાના પતિ. ટીના (નવલખા) વૈભવ કોલવલકરના ભાઈ. દિવ્યાલક્ષ્મી પ્રવીણ લીલાણી, સ્વ.હેમાંગ, સ્વ. વિલસુ દિલીપ આશર, સ્વ.રશ્મિના ભત્રીજા, હિમાંશ જીવણદાસ તથા સ્વ.મનીષા ગોપાલ વેદના બનેવી તે ૨૨/૫/૨૪ના દુબઇ મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચરોતર રૂખી સમાજ
ગામ મલતાંજના વતની હાલ મલાડ સ્વ.ભાઇલાલ કાના વાલેન્દ્રના ધર્મપત્ની ગં. સ્વ ચંપાબેન વાલેન્દ્ર (ઉં. વ. ૭૨) તે ૨૬/૫/૨૪ના સ્વર્ગસ્થ થયેલ છે. ભરત, અર્જુન, સુશીલા તથા સ્વ.હંસાના માતુશ્રી. ગીતા, સ્મિતા તથા પ્રકાશભાઈના સાસુ. ભાવિક, કાર્તિક, કાવ્ય, રાકેશ, નેહા,ચેતન, મિતેષના દાદી. રમણભાઈ તથા કંકુબેનના બહેન. તેમની શોકસભા ૨૯/૫/૨૪ના ૫ થી ૭. વાલ્મિકી સદન, નવજીવન સ્કૂલની પાસે, મલાડ ઈસ્ટ.

સંબંધિત લેખો

મોઢ ચતુવૈદિ ચૂથા સમવાય બ્રાહ્મણ
મૂળ ગામ ઘેટી હાલ મુંબઈ રજનીકાંત દવે (ઉં. વ. ૮૫) તે તા ૨૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.દયાબેન દિનકરરાય દવેના પુત્ર. દમયંતીબેનના પતિ. સ્વ. કમલેશ, પિયુષ તથા પ્રજ્ઞાબેન ઉમેશકુમાર શાહના પિતાશ્રી. રિંકુના સાસુ. મહેન્દ્રભાઈ, બકુલભાઈ, વિરેન્દ્રભાઈ, ગં. સ્વ. નલિનીબેન કનુભાઈ ભટ્ટ, જ્યોતિબેન જ્યોતિન્દ્રભાઈ રાવળ, ગં.સ્વ.પ્રેમિલાબેન ભુપેન્દ્રભાઈ શાહના ભાઈ. સાસરાપક્ષે સ્વ.દલપતરામ નંદરામ શુક્લ (દામનગર)ના જમાઈ. બંને પક્ષની સાદડી. તા.૩૦/૫/૨૪ (ગુરુવાર) ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લેવા પટેલ
થાણા નિવાસી ચંદ્રકાંત ભાઇલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે સ્વ.ભાઇલાલભાઇ રણછોડભાઈ પટેલનાં પુત્ર. તે મધુબેનના પતિ. તે ડૉ.અમોલ ચંદ્રકાંત પટેલ તેમજ અલ્પા સચીન સામંતના પિતાશ્રી. તે સ્વ.સૂર્યકાંત હરિદાસ જટણીયા પડઘાવાળાના જમાઇ. પ્રમોદભાઇ, સ્વ.સતીષભાઇ, સ્વ.રાજુભાઇ, જયાબેન, કોકીલાબેનના ભાઇ. તે પ્રિશાનાં દાદા. શનિવાર તા.૨૫.૫.૨૦૨૪ના દેવલોક પામેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી તેમજ લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી રાજગોર
સ્વ. ચંદ્રકાન્ત જેસરેગોર (ઉં.વ. ૭૯) ગામ ભુજપુર હાલે વસઇ તે સ્વ. લક્ષ્મીબેન મયારામ જેસરેગોરના પુત્ર. તે સ્વ. અ. સૌ. જયોત્સનાબેનના પતિ. તે જતીનભાઇના પિતા. તે તારાબેન (તેજલ)ના સસરા. તા. ૨૬-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. મિઠુભાઇ રામજી કેશવાણી ગામ ટુંડાના જમાઇ. તે સ્વ. સતીષભાઇ, સ્વ. ચારુલતાબેન મગનલાલ, ગં. સ્વ. દિવાળીબેન કાંતિલાલ, રમીલાબેન ચંદ્રકાન્ત, મુકેશભાઇ, નીતાબેન ભરતભાઇ, અનિલભાઇના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ધોરાજી નિવાસી હાલ બોરીવલી સ્વ. કંચનબેન તથા સ્વ. નરોત્તમદાસ ગાંધીના સુપુત્ર જયેશકુમાર નરોતમદાસ ગાંધી (ઉં. વ. ૬૪) તે સ્વ. જયસુખલાલ, સ્વ. ચુનીભાઇ એચ. ગાંધીના ભત્રીજા. સ્વ. છોટાલાલ લીલાધર મોદીના ભાણેજ. તે કૌશિક ગાંધી, અ. સૌ. ગીતાબેન (દિવ્યાબેન) પારેખના ભાઇ. તે દેવલના પિતા. તે સ્વ. અનસુયાબેન તથા સ્વ. અનંતરાય પારેખના જમાઇ. તા. ૨૭-૫-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

બાલાસિનોર દશાનીમા વણિક
જયંતીલાલ મુલજીભાઇ પરીખ (બખલી) (ઉં. વ. ૯૮) તે મુલજીભાઇ છગનલાલ પરીખના પુત્ર અને કિર્તનલાલ સાકરલાલ દેસાઇના જમાઇ. તે ઇન્દિરાબેનનાં પતિ. તે નયના, ઉમા, શીલા, મનોજ તથા નિતીનના પિતા. પ્રકાશચંદ્ર, શૈલેષકુમાર, બકુલેશ, વિરાજ તથા તૃપ્તીનાં સસરા. નિશીત, શ્રુતી, શીવાની, નિરાલી, આનંદ, કવિતા, એમી, ઇશા, અકીદાના દાદા. તા. ૨૬-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૪ના ગુરુવારના ૫થી ૭. ઠે. વનિતા વિશ્રામ, ૩૯૨, એસ. વી. પી. રોડ, પ્રાર્થનાસભા, મુંબઇ-૪, લૌકિક પ્રથા બંધ છે.

હાલાઇ લોહાણા
મઇકા વારા હાલ વિરાર પ્રાણલાલ છગનલાલ પૂજારાના પુત્ર. સ્વ. સુરેશભાઇ પ્રાણલાલ પૂજારા. સ્વ. વિનુભાઇ, હર્ષદભાઇ, નરેશભાઇ, સરોજબેન, નિલેશ કુમાર ઠકરારના ભાઇ. પૂજાબેનના પતિ. તથા ગં. સ્વ. દિપ્તીબેનના દિયર. ગ. સ્વ. ઉષ્માબેનના જેઠ. હરસુખલાલ મથુરાદાસ રૂપારેલીયાના જમાઇ. તથા હેતલ, ધૃમી, દક્ષના પિતાશ્રી. તા. ૨૬-૫-૨૪ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૪ ગુરુવારના ૪થી ૬. ઠે. તેરાપંથી હોલ, જૈન મંદિર રોડ, લક્ષ્મી કુટીરની સામે, વિરાર (વેસ્ટ).

કંઠી ભાટીયા
ગામ પીપરી હાલ મુંબઇ વાસી લલિતભાઇ શામજીભાઇ ગોંડલિયા તે સ્વ. ભગવાનદાસ હરિદાસના જમાઇ. સુશીલાબેનના પતિ. તે નિમેષભાઇ અને યોગેનભાઇના પિતા. તે સ્વપ્નીલના દાદા. તે ડો. પ્રવીણાના સસુરજી. તા. ૨૮-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button