મનોરંજન

Avneet Kaur એ નવી તસવીરો શેર કરી કે લોકોએ પૂછ્યું સગાઈ કરી?

મુંબઈઃ કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પોતાની અદાઓનો જાદુ પાથરીને લાઈમલાઈટમાં આવનારી અવનીત કૌરે (Avneet Kaur)એ તેના ચાહકોને જોરદાર સરપ્રાઈઝ આપી છે. અવતીત કૌરે તાજેતરમાં નવી તસવીરો શેર કરીને લોકોને ચોંકાવ્યા છે, જ્યારે અમુક લોકોથી રહેવાયું નહીં તો તેને પૂછી લીધું હતું કે સગાઈ કરી કે શું?

અવનીત કૌરે બેબી પિંક કલરના આઉટફીટમાં એક્ટ્રેસે પોતાના હાથની ડાયમંડ રિંગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. બીજી તસવીરમાં અવનીત કૌરે હાથમાં ફૂલની સાથે જોવા મળી હતી. તસવીરને જોઈને તેના ચાહકો તો રીતસરના મંત્રમુગ્ધ બની ગયા હતા. તો અમુક લોકોએ તો એટલા સુધી અટકળો લગાવી હતી કે અવનીત તો કોઈ એડનું શૂટિંગ કરે છે.

બોલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે નામ કમાવનારી અવનીત કૌરે અભિનેત્રી તરીકે નવાજુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું હતું. નવાજુદ્દીનની ફિલ્મ ટિકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. અત્યારે સગાઈને લઈને ચર્ચામાં આવનારી અવનીતે તેની તસવીરો સાથે પોસ્ટમાં લખ્યું છે ગુડ થિંગ્સ ટેક્ ટાઈમ. હાથમાં ગુલદ્સ્તો લઈને પોસ્ટ કર્યા પછી હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે, જ્યારે લાખો લોકોએ તેને લાઈક પણ આપી છે.

લવ લાઈફની વાત કરીએ તો અવનીત કૌર મ્યુઝિક પ્રોડ્યુસર રાઘવ શર્માને ડેટ કરે છે, જ્યારે બંને ત્રણ વર્ષથી એકબીજા સાથે રિલેશનમાં છે. અનેક ઈવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા છે. અવનીત લંડનની વિઝિટ વખતે શુભમન ગિલ અને રાઘવ શર્મા એકસાથે જોવા મળ્યા હતા. અત્યાર સુધી બંને રિલેશનમાં હોવાનું સ્વીકાર્યું નથી, પરંતુ લવસ્ટોરી ક્યાં સુધી સિક્રેટ રહે છે એ જોવાનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત