રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર
રાજકોટ: રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે ગઈકાલે રાજસ્થાનના આબુ રોડથી ધરપકડ કરી હતી. જે બાદ બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી ધવલ ઠક્કરને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી.ઠાકરની કોર્ટમાં રજુ કર્યો હતો અને તેના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આરોપી ધવલ પટેલના 13 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા, ત્યારે ગઈ કાલે આરોપી યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન અને ભાગીદાર રાહુલ રાઠોડને કોર્ટમાં રજુ કરાયા હતા. અને કોર્ટે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આમ આ ચારેય આરોપીઓના એક સાથે પુછપરછ કરવામા આવશે. તમામ આરોપીઓના એક જ દિવસે રિમાન્ડ પુરા થશે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી.ઠાકરની કોર્ટમાં આરોપી ધવલ ઠક્કર તેની તરફેણમાં રજૂઆત કરતા જણાવ્યું કે, હું નિર્દોષ છું.પ્રકાશ હીરણ (જૈન) મુખ્ય આરોપી છે. ગઈકાલે પણ ત્રણેય આરોપીઓએ કહ્યું હતું કે, પ્રકાશ મુખ્ય આરોપી છે. આમ ધવલ ઠક્કર સહિત તમામ આરોપીઓએ પ્રકાશ હીરણને મુખ્ય આરોપી ગણાવ્યો છે
જો કે તેણે તેમ પણ કહ્યું કે પ્રકાશ હીરણ (જૈન) હાલ ક્યાં છે તે કોઈને ખબર નથી એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, પ્રકાશ હીરણ આગની ઘટનામા મૃત્યું પામ્યો છે. કારણે કે, જ્યારે આગ લાગી ત્યારે તે ગેમ ઝોનની અંદર હતો જ્યારે ઘટના બાદ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે તમામ આરોપીઓ પ્રકાશ હીરણને આગળને કરીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે જો કે હવે હકીકત શું છે તે તો યોગ્ય તપાસ બાદ જ જાણી શકાશે.
આ પણ વાંચો: રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…
મળતી માહિતી મુજબ, ધવલ ઠક્કર મૂળ અમદાવાદનો રહેવાસી છે. અને ટીઆરપી ગેમઝોન માટે તેના દ્વારા કોર્પોરેશનના નામથી ટિકિટના ભાવ નક્કી કરવા માટે લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. તેણે 2021માં પ્રથમ વખત લાયસન્સ મેળવ્યું હતું. જે 2023માં રીન્યુ કરાવવામાં આવ્યું હતું.