એમ. એસ. યુનિવર્સિટીના ક્વાટરમાં અધ્યાપકે ગાયો પાળતા વિવાદ
વડોદરા : આમ તો યુનિવર્સિટીઓ કોઇ પરિક્ષાના છબરડા, કોઈ કૌભાંડ જેવી બાબતોને લઈને ચર્ચામાં આવતી હોય છે પરંતુ વડોદરાની M.S. યુનિવર્સિટી એક અધ્યાપક દ્વારા ગાય પાળવાને લીધે વિવાદ ઉઠ્યો છે. અહી એક અધ્યાપકે ક્વાર્ટરમાં ગઈ પાળી હોવાથી આસપ રહેતા અન્ય લોકો વીરોધ કરી રહ્યા છે.
આવો કિસ્સો શૈક્ષણિક સંસ્થાના સત્તાધીશો માટે પણ નવો છે, તેઓ પણ આ બાબતે માથું ખંજવાળી રહ્યા છે. પ્રથમ વખત એવો કિસ્સો બન્યો છે કે કોઈએ સ્ટાફ ક્વાર્ટર્સમાં ગાય પાળીને બહાર બાંધી હોય. સત્તાધીશોનુ કહેવુ છે કે, ગાય પાળી શકાય તેવો કોઈ નિયમ નથી તો ગાય ના પાળી શકાય તેવો પણ કોઈ નિયમ નથી.
બીજી તરફ અધ્યાપકની આસપાસ રહેતા બીજા પરિવારો ઉહાપોહ કરી રહ્યા છે. એક મહિલાનુ કહેવું છે કે, ગાય પાળે તેનો વિરોધ નથી પણ તેમણે જે જગ્યા પસંદ કરી છે તેનો વિરોધ છે. તેમણે ઘરની પાછળના બે ગાયો બાંધી છે અને તેમના માટેનો ઘાસચારો પણ ત્યાં મૂકયો છે. જેનાથી ચોમસામાં ગંદકી વધે તેવી શક્યતા છે. તેઓ પોતે તેમના ઘરની બારીઓ બંધ રાખે છે. પણ તેના કારણે અમારા બ્લોકના લોકોને તકલીફ પડે તેમ છે. તેમણે ઘરની આગળના ભાગમાં ગાય બાંધવી જોઈએ.
અન્ય લોકોનું કહેવું છે કે અધ્યાપકે આ બાબતે લેખીત મંજૂરી લીધી નથી. આ જગ્યાની માલિકી યુનિવર્સિટીની છે અને અહી આજે કોઈ ગાય પળે છે તો કાલે કોઈ ઘોડો પણ પાળશે અને કોઈ તો મરઘાં ઉછેરવાની મંજૂરી માંગશે. ગાયને છૂટી મૂકે અને કોઈને નુકસાની પહોંચાડે તો જવાબદારી કોની ? આ મામલે લોકો રજીસ્ટ્રારને પણ રજૂઆત કરવાના છે.