આવેશમ અને પુષ્પા ફિલ્મનો એક્ટર કરી રહ્યો છે આ ગંભીર બીમારીનો સામનો….
![](/wp-content/uploads/2024/05/FahadhFaasil.webp)
નવી દિલ્હી : સાઉથ ઇન્ડિયન એક્ટર ફહદ ફાસીલ (Fahadh Faasil) જે આવેશમ (Aavesham) અને પુષ્પા (Pushpa) જેવી ફિલ્મોથી ખૂબ જ ખ્યાત છે. હાલ 41 વર્ષની ઉંમરે તેમણે અટેન્શન ડેફિસિટ / હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નું નિદાન કર્યું હોવાનું માલૂમ પાયું છે. આ એક ન્યૂરોડેવલેપમેન્ટ ડિસઓર્ડર છે, જે મગજની ધ્યાન, વ્યવહાર અને આવેગ નિયંત્રણની નિયંત્રિત કરનારી ક્ષમતાને પ્રભાવીત કરે છે. આ બિમારી નાના બાળકોમાં ખૂબ જ જોવા મળે છે, પરંતુ તે પુખ્ત વયના લોકોમાં પણ પ્રભાવિત કરી શકે છે.
રવિવારે કોઠામંગલમમાં તેમને પૂછ્યું હતું કે ADHDનો ઈલાજ કરવો સરળ છે ? ત્યારે ડોકટરે તેમને કહ્યું હતું કે જો નાની ઉંમરે તેનો ઈલાજ કરી દેવામાં આવે તો સરળતાથી તેનો ઈલાજ થઈ શકે છે. જ્યારે તે સમયે એકટરે પૂછ્યું હતું કે શું 41 વર્ષની વયે શક્ય બને ? કેમ કે હું પોતે ADHDથી પીડાઉ છું.
ફહદ ફાસીલની બ્લોકબસ્ટર મૂવી આવેશમ 9 મેથી એમેઝોન પ્રાઇમ પર લાગી ચૂકી છે. પરંતુ તો હાલ તો આ ફિલ્મનું મલયાલમ વર્ઝન જ જો શકો છો. જો કે હાલ તો તેના ઇંગ્લિશ વર્ઝન સાથે OTT પર રીલીઝ થઈ ચૂકી છે. હજુ સુધી તેના ડબ્ડ હિન્દી વર્ઝનને લઈને કોઈ સંકેતો દેખાતા નથી. આથી આવેશમનું હિન્દી વર્ઝન જોવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે.
જીતુ માધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ કોલેજ લાઈફ અને ગુંડાગર્દીની વિરોધમાં એક્શન હીરોના બળુકા અવાજ સાથે બની છે. આ ફિલ્મ ખૂબ જ એક્શન અને મજેદાર સીન જોવા મળવાના છે.
Also Read –