ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં ટાઇટલ જીત્યા બાદ KKR કેમ્પમાં ઉજવણીનો માહોલ છે. મેદાન પર કરેલી ઉજવણીની તસવીરો હજી પણ ચમકી રહી છે. જીત્યા બાદ ટીમના માલિક શાહરૂખ ખાને ટીમના સભ્યો સાથે ઘણી જ આનંદની અને મસ્તીની પળો માણી હતી. ત્યાર બાદ ડ્રેસીંગ રૂમમાં પણ શાહરૂખે ખેલાડીઓને લાંબુ ભાષણ આપ્યું હતું. પરંતુ ગૌતમ ગંભીરને લઈને શાહરૂખ ખાને અશક્ય માગ કરી દીધી હતી.
ભાષણની શરૂઆત કરતા શાહરૂખે કહ્યું, “મારી વિનંતી છે કે હું ગૌતમ ગંભીરનો ખાસ આભાર માનું છું કારણ કે મેં તેમનો ખાસ આભાર માન્યો નથી.” આ બાબતને આગળ વધારતા શાહરૂખે કહ્યું હતું કે, “જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમે બે બાબતો નક્કી કરી હતી. તેમાંથી એક એ હતી કે કદાચ અમે ગંભીરને ડાન્સ કરાવી શકીએ છીએ. સુનીલ નારાયણ પહેલા જ તે કરી ચૂક્યા છે. તેથી આજે રાત્રે અમે ગૌતમ ગંભીરને ડાન્સ કરાવવા માંગીએ છીએ.” જોકે, આમ કહ્યા બાદ શાહરૂખ ખાન તો બોલતો જ રહ્યો હતો અને ગૌતમ ગંભીરના ચહેરા પર ભાગ્યે જ જોવા મળતું સ્મિત છલકી ગયું હતું. શાહરૂખના વખાણ સાંભળીને ગૌતમ ગંભીરના ગંભીર મોઢા પર થોડી પળ માટે સ્મિત આવી ગયું હતું.
આ પણ વાંચો : શાહરૂખ ખાનની KKRએ કરી નાંખ્યો કાંડ, જે ફ્લાઇંગ KISS માટે હર્ષિત રાણા પર પ્રતિબંધ….
જોકે, ગંભીરે ટાઇટલ જીતવાની રાત્રે પછી ડાન્સ કર્યો હતો કે નહીં અથવા તેના સાથી ખેલાડીઓએ તેને ડાન્સ કરાવ્યો હતો કે કેમ તે હજુ જાણી શકાયું નથી, પણ આપણે બધા જ જાણીએ છીએ કે ગંભીરે શું કર્યું હશે.