નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

હું સંબંધોનું બલિદાન આપી દઈશ: તો શું PM Modi માટે નવીન પટનાયક કામના રહ્યા નથી?

લોકસભાની ચૂંટણીનો હવે લગભગ અંતિમ તબક્કો આવી ગયો છે. પીએમ મોદી પણ તેમના અસલ મિજાજમાં આવી ગયા છે. તેઓમોટા મોટા મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હાલમાં જ એક ન્યુઝ એજન્સી સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ ઓડિશાના કલ્યાણ માટે પોતાના અંગત સંબંધોનું બલિદાન આપી દેશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઓડિશામાં છેલ્લા 25 વર્ષથી વિકાસ અટકી ગયો છે.

આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓડિશામાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકને તેમના મિત્ર ગણાવ્યા હતા, ત્યારપછી એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને નવીન પટનાયકના બીજેડી વચ્ચે સમજૂતી થઈ શકે છે. જોકે, કંઇક કારણોસર આ સમજૂતિ સાધી શકાઇ નહોતી અને હવે પીએમ મોદીએ ઓડિશા રાજ્યના વિકાસ માટે સંબંધોની બલિ આપવાની વાત કરી છે.

Read More: Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ પર પીએમ મોદીની મોટી ભવિષ્યવાણી, કહ્યું ચોંકાવી દેશે પરિણામ

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ સાફ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાજપના દેશના તમામ રાજકીય પક્ષો સાથે સાથે સારા સંબંધો છે. કોઇ રાજકીય પક્ષ સાથે દુશ્મની નથી. ઓડિશાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, ” મારી સામે પ્રશ્ન એ છે કે મારે મારા સંબંધોનું ધ્યાન રાખવું જોઈએ કે ઓડિશાના ભાવિની ચિંતા કરવી જોઈએ, આવી સ્થિતિમાં મેં પસંદ કર્યું કે ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે હું મારી જાતને સમર્પિત કરીશ. ઓડિશા રાજ્યના કલ્યાણ માટે હું મારા સંબંધોનું બલિદાન પણ આપતા નહીં અચકાઉ.

ઓડિશા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં 25 વર્ષથી કોઇ પ્રગતિ થઇ નથી. અહીં એક જૂથ છે જેણે રાજ્ય પર કબજો જમાવી દીધો છે અને બધી વ્યવસ્થા પોતાના હાથમાં લઇ લીધી છે. એમ લાગે છે કે ઓડિશાને તેમણે બાનમાં લઇ લીધું છે. ઓડિશા આ બંધનમાંથી બહાર આવશે તો જરૂરથી ખીલશે.

નોંધનીય છે કે ઓડિશામાં લોકસભાની 21 સંસદીય બેઠકો અને 147 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ચાર તબક્કાની આ ચૂંટણીના ત્રણ તબક્કા માટે મતદાન થયું છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. આ તબક્કામાં ચાર લોકસભા અને 42 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.

અગાઉ એવી ચર્ચા હતી કે ચૂંટણીમાં ભાજપ-બીજેડી હાથ મિલાવશે. બંને પ્રસંગોપાત એકબીજાને મદદ પણ કરતા જોવા મળે છે. પાંચ માર્ચે મોદી ઓડિશા આવ્યા ત્યારે પણ તેમણે પટનાયકની પ્રશંસા કરી હતી અને તેમની કામગીરી પર કોઇ ટિપ્પણી કરી નહોતી, પણ 23 માર્ચે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.

Read More: Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું

ભાજપ તેના એનડીએ સમુહને વધારવા માગે છે, તેથીતેમને બીજેડીની જરૂર હતી. બીજેડીને ડર છે કે જો તે ભાજપ સાથે સમાધાન નહીં કરે, તો તેની સાથએ પણ અન્ય વિપક્ષી સરકાર નું થયું તેવું જ થશે. બીજેડી સત્તા વિરોધી લહેરના ભયથી ચિંતિત છે તેથી તે એનડીએ સાથએ હાથ મિલાવવા માગતી હતી. બંને વચ્ચે સીટ અને સત્તાની વહેચણી અંગે કોઇ સમજૂતિ થઇ શકી નથી, પણ તેઓ ચૂંટણી બાદ સાથે આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button