નેશનલ

Ram Rahim Singh સહિત ચાર લોકો રણજીતસિંહ હત્યાકાંડ કેસમાં નિર્દોષ જાહેર

ચંદીગઢ : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને(Ram Rahim Singh) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં(Murder) નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટની સજા બદલી નાખી છે. 2021માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. 10 જુલાઈ 2002ના રોજ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેંચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

Read More: રૂ.7000 કરોડના ક્રૂઝથી લઈને 800 VIP મહેમાનો સુધી, કંઇક આવો હશે અંબાણી પુત્રનો પ્રી વેડિંગ બેશ

જેલમાંથી બહાર આવી શકશે નહીં

રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસમાં નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

કોર્ટે નિર્ણયમાં શું કહ્યું?

18 ઓક્ટોબર, 2021ના રોજ પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર 1.50 લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર 1.25-1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Read More: આગામી 1 જૂનથી ગેસના સિલન્ડરથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સંલગ્ન થશે આ ફેરફારો….

અનામી પત્ર બહાર આવવાથી મુશ્કેલીમાં મુકાયા

પંચકુલા સીબીઆઈ કોર્ટે કહ્યું હતું કે એ વાતમાં કોઈ શંકા નથી કે ગુરમીત રામ રહીમ ડેરા સાધ્વીઓના યૌન શોષણના ગંભીર આરોપો ધરાવતા અનામી પત્ર બહાર આવવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. રણજિત સિંહને એક અનામી પત્ર સાર્વજનિક કરવામાં તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે ડેરામાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ડેરાના વડાએ કેવી રીતે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું તેની વિગતો હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત