નેશનલ

ઈન્દોરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવાયા, મુસ્લિમ પ્રતિનિધિમંડળે વાંધો ઉઠાવ્યો

ઇન્દોર: ધાર્મિક સ્થાનો પર લાગેલા લાઉડ સ્પીકર(Loudspeakers at Religious places)ને કારણે થતા ઘોંઘાટને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. મધ્ય પ્રદેશ સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરતા ઇન્દોર શહેર(Indore city)ના વહીવટીતંત્રએ છેલ્લા બે દિવસમાં વિવિધ સમુદાયોના 258 ધાર્મિક સ્થળો પરથી 437 લાઉડસ્પીકર હટાવ્યા હતા. મુસ્લિમ સમુદાયના આગેવાનોએ આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે, સમુદાયનું પ્રતિનિધિમંડળે અધિકારીઓ આ કાર્યવાહી વિરુદ્ધ રજૂઆત કરી હતી.

શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે “મધ્ય પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોનું પાલન કરતા, શનિવારે ધાર્મિક સ્થળો પરથી સાઉન્ડ એમ્પ્લીફાઇંગ ઉપકરણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 258 વિવિધ ધાર્મિક સ્થળો પરથી કુલ 437 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા, જેના આવાજ નિર્ધારિત ધોરણોથી વધુ હતા. તમામ ધાર્મિક સ્થળોની સમિતિઓ સાથે વાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી, પછી તે મંદિરો હોય કે મસ્જિદો. તેમણે કહ્યું કે આ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટને ભવિષ્યમાં લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

શહેરના મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે કલેક્ટર આશિષ સિંઘને મળીને કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રતિનિધિમંડળન આગેવાને કહ્યું કે, “તમંદિર હોય કે મસ્જિદ, શહેરના તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. અમે માગણી કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર ધાર્મિક સ્થળોએ મંજુરીપાત્ર અવાજની મર્યાદા સાથે લાઉડસ્પીકરને મંજૂરી આપવામાં આવે.”

તેમણે કહ્યું કે “ફક્ત ધાર્મિક સ્થળો પર જ લાઉડસ્પીકર પર પ્રતિબંધ શા માટે લાદવામાં આવે છે? લગ્નોમાં મોટા અવાજે સંગીત વગાડતા ડીજે પર શા માટે પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.”

જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું કે રાજ્ય સરકારની સૂચના પર ધાર્મિક સ્થળો પરના લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે અને દરેક વ્યક્તિએ આ નિર્દેશનું પાલન કરવું જોઈએ.

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં લાઉડસ્પીકરના ઉપયોગને લગતી માર્ગદર્શિકા લાગુ કરવાનું કહ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button