ઇન્ટરનેશનલ

શું ઈઝરાયલના થઈ રહ્યા છે વળતાં પાણી ? રફાહ પર હુમલા બાદ ઈઝરાયલ પોતે જ પછતાયુ….

નવી દિલ્હી : ઇઝરાયલ (israel) અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં આજસુધી માનવસંહાર અટક્યો નથી. બંને દેશ વચ્ચે આજેપણ આકરી તણાવભરી પરિસ્થિતિ છે. આ દરમિયાન ઈઝરાયલ સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેણે હમસના ચીફ ઓફ સ્ટાફને ઠાર કર્યો છે. દક્ષિણી ગાઝાના રફાહમાં (rafah) વિસ્થાપિતોની શિબિર પર ઈઝરાયલ દ્વારા કરેલ હુમલામાં અનેક લોકોના મોત થયા છે. આ હુમલા બાદ સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મંગળવારે એક આપાતકાલીન બેઠક બોલાવી હતી.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે રફાહ શહેર પર હુમલો કર્યો હતો. જેમાં વિસ્થાપિત શિબિરમાં રહેતા નિર્દોષ 45 લોકોના મોત થયા છે. મોત થયેલા લોકોમાં 23 મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ વિશ્વના અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી.

Read More: Papua New Guinea Landsliding: 2,000થી વધુ લોકો દટાયા, સરકારે કરી આ અપીલ

કેનેડાના વિદેશ મંત્રી મેલોનીએ આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે રફાહમાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટેના કેમ્પ પર ઇઝરાયેલના હવાઈ હુમલાને કારણે થયેલા નાગરિકોના મૃત્યુથી કેનેડા ભયભીત છે. હાઉસ ઓફ કૉમન્સમાં તેમણે અન્ય એક નિવેદન આપતા કહ્યું હતું કે ‘રફાહથી આવતી તસવીરો ખૂબ જ ડરામણી અને હ્રદયદ્રાવક છે. નિર્દોષ નાગરિકોની હત્યા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તે વિનાશક છે. તેથી જ અમે તાત્કાલિક યુદ્ધવિરામની તરફેણમાં છીએ.”

ગાઝાના રફાહમાં થયેલ ઈઝરાયલના આતંકી હુમલાના વિરોધમાં પેરિસમાં ઈઝરાયલી દૂતાવાસની બહાર લગભગ દસ હજાર લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ “અમે પણ ગાઝાના બાળકો છીએ”, “ગાઝા મુક્ત કરો” તેમજ પેલેન્સટાઈનના સમર્થનના નાર લગાવ્યા હતા. હમાસ દ્વારા મધ્યસ્થીઓને જણાવવામાં આવ્યું હતું કે રફાહમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ હવે તે યુદ્ધવિરામ અને કેદીઓને પાછા સોંપવા માટે થનારી સમજૂતીમાં ભાગ નહીં લે. આ નિર્ણય રફાહમાં થયેલ નરસંહાર બાદ લેવામાં આવ્યો છે.

Read More: બાંગ્લાદેશમાં ‘રેમલ’ વાવાઝોડાનો કહેર: 1.5 કરોડ ઘરમાં વીજળી ગુલ, સાતનાં મોત

યુદ્ધમાં થઈ રહેલા માનવસંહારના લીધે હવે ઇઝરાયલ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ને લઈને પણ ચિંતિત છે. કારણ કે હમાસ વિરુદ્ધ યુદ્ધના આચરણ સંબંધિત આરોપો પર ઇઝરાયલના સરકારી અધિકારીઓ માટે ધરપકડ વોરંટ જારી કરી શકે છે. ICC હમાસના 7 ઓક્ટોબરના સીમાપાર હુમલા અને હમાસ શાસિત ગાઝા પર ઇઝરાયેલના વિનાશક હુમલાની તપાસ કરી રહી છે. આ તપાસ હવે સાતમા મહિનામાં છે. આ તપાસમાં ICC ઇઝરાયલની સરકાર અને સરકારી અધિકારીઓની વિરુદ્ધમાં વોરંટ કાઢી શકે છે. જેને લઈને પણ ઇઝરાયલ ખુદ ચિંતામાં મુકાયું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button