એલઆઇસીએ નિર્મલા સીતારમનને ૧૮૩૧ કરોડનો ચેક આપ્યો
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનને ગુરુવારે ૧૮૩૧.૦૯ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક એલઆઇસીના ચેરમેન સિદ્ધાર્થી મોહંતીએ નાણાં મંત્રીને સોંપ્યો છે. એલઆઇસીએ ટ્વિટ પર આ માહિતી આપી છે.
એલઆઇસી એ ભારત સરકારની માલિકીની વીમા કંપની છે અને તેમાં કેન્દ્ર સરકાર ૯૬.૫૦ ટકા હિસ્સો ધરાવે છે. એલઆઇસી દર વર્ષે સરકારને ડિવિડન્ડની ચૂકવણી કરે છે. આ ધોરણે શેર દીઠ ૩ રૂપિયા ડિવિડન્ડ લેખે એલઆઇસી એ સરકારને ૧૮૩૧ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યુ છે.
એલઆઇસી એ નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે ૨૬ મેના રોજ ડિવિડન્ડની ઘોષણા કરી હતી અને તેની માટે રેકોર્ડ ડેટ ૨૧ જુલાઇ, ૨૦૨૩ હતી.
એલઆઇસી સરકારને ડિવિડન્ડ પેટે કરોડો રૂપિયા ચૂકવે છે, જો કે આવું દર વર્ષે થાય તે જરૂરી નથી. જેમ કે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં કંપનીએ સરકારને કોઇ ડિવિડન્ડ ચૂકવ્યુ ન હતુ. તત્કાલી નાણાં રાજ્ય મંત્રી ભગવત કરાડે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ રાજ્યસભામાં જાણકારી આપી હતી કે, નાણાંકીય વર્ષ ૨૦૨૧માં એલઆઇસી એ ડિવિડન્ડ આપવાના બદલે ફ્રી રિઝર્વનો ઉપયોગ પોતાનું પેડ-કેપિટલ વધારવા કર્યો હતો અને તે વધીને ૬૩૨૫ કરોડ રૂપિયા (ડિસેમ્બર ૨૦૨૧ સુધી) થયુ હતુ.
આની પહેલા નાણાં વર્ષ ૨૦૨૦માં એલઆઇસીએ સરકારને નાણાં વર્ષ ૨૦૧૯ના નફાના આધારે ૨૬૧૦.૭૫ કરોડ રૂપિયાનો નફો ચૂકવ્યો હતો. પાછલા નાણાં વર્ષ ૨૦૨૩ની વાત કરીયે તો એલઆઇસી એ નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે શેર દીઠ દોઢ રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યુ હતુ. જેની ઘોષણા વીમા કંપનીએ ૩૧ મે, ૨૦૨૨ના રોજ કરી હતી અને રેકોર્ડ ડેટ ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ હતી અને સરકારને પાછલા વર્ષે ૯૧૫ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવાયું હતુ. તમને જણાવી દઇયે કે,એલઆઇસી ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. એલઆઇસી ૬૭ વર્ષ જુની વીમા કંપની છે, તેની સ્થાપના ૧ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ થઇ હતી, તે સમયે તેની મૂડી ૫ કરોડ રૂપિયા હતી. કંપનીની એસેટ્સ બેઝ વધીને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૪૫.૫૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે. તેનું લાઇફ ફંડ ૪૦.૮૧ લાખ કરોડ રૂપિયા છે. ઉ