નવી દિલ્હી: દિલ્હીથી(Delhi) વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બના સમાચાર (Bomb Threat ) બાદ તેને રનવે પર રોકી દેવામાં આવી હતી. જેની બાદ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા નિરીક્ષણ માટે એરક્રાફ્ટને તરત જ આઇસોલેશન સ્થળે લઈ જવામાં આવ્યું હતું. આ સાથે સુરક્ષાકર્મીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં ફ્લાઈટમાંથી કંઈ મળ્યું નથી.
Read More: Bomb Threat: બેંગલુરુની ત્રણ હોટલને બોમ્બની ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે
તમામ મુસાફરો ડરી ગયા
જેમાં મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E2211 દિલ્હીથી વારાણસી જવા માટે રન વે પર હતી ત્યારે ઈન્ડિગો ફલાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. જેના કારણે તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર 5.35 વાગ્યે મળ્યા ત્યારબાદ તમામ મુસાફરો ડરી ગયા અને તેમને ફ્લાઈટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
જો કે, ઈન્ડિગો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી કે તે મુસાફરોને દિલ્હીથી વારાણસી કેવી રીતે લઈ જશે. દિલ્હી ફાયર સર્વિસને ઈન્ડિગોની આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.
Read More: પ્લેનની સીટ પર કુશન નહોતા, પેસેન્જરે કરી તસવીરો કરી વાયરલ, ઈન્ડિગોએ આપ્યો આ જવાબ
દિલ્હીની શાળાઓ અને હોસ્પિટલોમાં પણ બોમ્બની ધમકીઓ મળી હતી
જો કે થોડા દિવસ પૂર્વે પણ દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી મળી હતી. તેની બાદ હોસ્પિટલોમાં અને હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે હાજર બોમ્બ સ્ક્વોડ ફ્લાઈટની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી.