French Open Tennis : નડાલ ‘છેલ્લી ફ્રેન્ચ ઓપન’માં પહેલા રાઉન્ડમાં જ હારી ગયો!
પૅરિસ: સ્પેનનો ટેનિસ-સમ્રાટ રાફેલ નડાલ (Rafael Nadal) અહીં કદાચ છેલ્લી વાર ફ્રેન્ચ ઓપન ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા રમ્યો. સોમવારે તેનો પહેલા જ રાઉન્ડમાં સળંગ સેટમાં પરાજય થયો હતો. તેને જર્મનીના ઍલેક્ઝાંડર ઝ્વેરેવે 6-3, 7-5, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.નડાલ બાવીસમાંથી 14 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ ફ્રેન્ચ ઓપનમાં જીત્યો છે. એક જ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ આટલી વાર બીજો કોઈ પ્લેયર નથી
જીત્યો.પૅરિસની આ એ ઐતિહાસિક ટૂર્નામેન્ટ છે જ્યાં નડાલ 116માંથી 112 મૅચ જીત્યો છે જે વિશ્ર્વવિક્રમ છે.નડાલ સોમવારે પૅરિસમાં લગભગ ફેરવેલ મૅચ રમ્યો હતો.તેણે હારી ગયા પછી પ્રેક્ષકોને ગુડ બાય કરી હતી, પરંતુ પછીથી તેણે સ્પીચમાં કહ્યું, ‘અહીં (ફ્રેન્ચ ઓપનમાં) હું છેલ્લી વાર રમ્યો કે નહીં એની મને જ ખબર નથી. જો આખરી વાર અહીં રમ્યો તો એટલું જરૂર કહીશ કે તમારા બધાનો મને અદ્ભુત સપોર્ટ મળ્યો.’નડાલે છેલ્લે પ્રેક્ષકોને સંબોધતા કહ્યું, ‘આય હોપ ટૂ સી યુ અગેઇન, બટ આય ડૉન્ટ નો.’