સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનો
જ્ઞાન અને મનોરંજન લોકો સુધી પહોંચાડશે સાથે કમાણી પણ કરો
વિશેષ – કીર્તિશેખર
ગૂગલમાં રોકિંગ કેરિયર્સ ઈન 2024 સર્ચ કરશો તો તમને જવાબમાં ત્રણ કેરિયર ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલો ક્લોઝિંગ મેનેજર, બીજો ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ અને ત્રીજો ડિઝાઈન સ્પેશિયાલિસ્ટ. અહીં આપણે બીજા નંબરની કેરિયરની વાત કરવી છે.
આ ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટને સહેલી ભાષામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ કહેવામાં આવે છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં સોશિયલ મીડિયા એક જબરદસ્ત માર્કેટિંગ પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું છે. આ જ કારણ છે કે આજે સોશિયલ મીડિયાના મોટા ભાગના વપરાશકારો આ જ મીડિયાના પ્રભાવ હેઠળ પોતાની ખરીદી કરતા હોય છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર એવી વ્યક્તિને કહેવામાં આવે છે, જેના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ હોય છે અને તેઓ તેનાથી પ્રભાવિત હોય છે. આના પછી આવી જ કોઈ વ્યક્તિને બધી કંપનીઓ પોતાની બ્રાન્ડ અને પ્રોડક્ટને પોતાની પોસ્ટમાં સામેલ કરવાની ઓફર આપતા હોય છે.
માર્કેટિંગના આ નવતર પ્રયોગથી લોકો ખાસ્સી કમાણી કરે છે. હવે સવાલ એવો ઊભો થાય છે કે પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવું કેવી રીતે? આ સવાલ પર આગળ વધવા પહેલાં આપણે જાણી લઈએ કે કોઈપણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોતાના શરૂઆતના તબક્કામાં 1000-1200 ફોલોઅર્સ હોય તો પણ તેને રૂ. 70-75 હજાર સુધીની જાહેરાતો સહેલાઈથી મળી શકે છે. જેને માટે તેણે બીજે ક્યાંય જવાની જરૂર નથી, ફક્ત પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પ્રભાવશાળી વાતાવરણ તૈયાર કરવાનું છે.
એક પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે તમારી પાસે સોશિયલ મીડિયા પર લોકો સાથે ઈન્ટરએક્ટ કરવા માટે કોઈ માધ્યમ હોવું જોઈએ જેમ કે તમે કોઈ સારા લેખક હો, વક્તા હો, કોઈ ખાસ વિષયના જાણકાર હો. બીજા શબ્દોમાં તમારી પાસે સોશિયલ મીડિયા પર લોકોને આપવા માટે કશુંક હોવું જોઈએ.
જો કોઈ વિષય પર પકડ ધરાવો છો અને તે વિષય પર તમારી લખેલી પોસ્ટથી ઘણા લોકો વાંચવા, જોવા અને સાંભળવાનું પસંદ કરતા હોય તો તમે તમારી પોસ્ટથી લોકોને ઈન્ફ્લુએન્સ કરી શકો છો. વારંવાર આવી પોસ્ટ્સ મૂકીને તમે તમારા ફોલોઅર્સનો વ્યાપ વધારી શકો છો. ધીરે ધીરે હજારો લોકો તમારાથી ઈન્ફ્લુએન્સ થવાનું ચાલુ થઈ જશે.
જોકે, એક વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે કે આવું ત્યારે જ થશે જ્યારે તમારી પાસે તેમની સાથે શેર કરવા માટે રોજ કશી નક્કર વસ્તુઓ હશે. આથી જ્યારે પણ તમારા મનમાં એવા વિચાર આવે કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવું છે તો પહેલાં એવો વિચાર કરો કે તમારી પાસે શું છે જે વાસ્તવમાં તમે લોકોને આપી શકો છો? કોઈ વિષય છે, કોઈ જ્ઞાન કે પછી કોઈ કામના સંબંધમાં એવી વિશેષતા હોવી જોઈએ. જ્યારે તમને પાક્કી ખાતરી થઈ જાય કે તમે આ વિષયમાં સૌથી સારી જાણકારી ધરાવો છો અને લોકોને સારી વસ્તુ આપી શકો છો. ત્યારે એ વિષય ઉપર અધ્યયન કરવાનું ચાલુ કરો અને તેના પર ક્નટેન્ટ બનાવવાનું ચાલુ કરો. તેને પોતાના ઓડિયન્સ સુધી પહોંચાડવાનું ચાલુ કરો. તમારી ક્નટેન્ટ પહોંચાડવા માટે તમે ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર, લિંક્ડ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો.
આની સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે કે દિવસ રાત ઢગલોબંધ મેટર પોતાના પ્લેટફોર્મ પર ક્યારેય ન નાખો. સામગ્રી એટલી જ નાખો જેટલી તમારું ઓડિયન્સ પચાવી શકે અને તેમને ઉત્સુકતા પણ જળવાઈ રહે. જ્યારે તમે એક વિષયની પસંદગી કરો ત્યારે તેના દ્વારા લોકોને પ્રભાવિત કરી શકો છો ત્યારે તમારા ફોલોઅર્સની સંખ્યા વધતી રહે છે. આ બધાની વચ્ચે તમને અનેક કંપનીઓ પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે સ્પોન્સર્સ ઓફર આપે છે. જો તમે સીધા કોઈ કંપનીઓ સુધી પહોંચી શકતા નથી તો માર્કેટમાં એવા ઘણા મિડીએટર બેઠા છે જે તમને સ્પોન્સરશીપ લાવીને આપી શકે છે. આને માટે તેઓ નિર્ધારિત કમિશન
લેશે.
જ્યારે તમારી ક્નટેન્ટ હાઈ ક્વોલિટીની થઈ જાય ત્યારે તેમાં સારામાં સારા ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હશે અને સાથે જ આ ક્નટેન્ટ રુચિકર અને પ્રેરક પણ હશે તો તમારા ઓડિયન્સને લાગશે કે તમે ઈમાનદાર અને જાણકાર વ્યક્તિ છો તો તેઓ તમારી સાથે સંબંધો ગાઢ બનાવશે અને આવું ત્યારે જ સંભવ બનશે જ્યારે તમે કોઈ વિશેષ વિષય પર પોતાની વિશેષતા સ્થાપિત કરશો. સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર બનવા માટે કોઈ ઔપચારિક ડિગ્રીની આવશ્યકતા નથી, પરંતુ તમારે એ બધી કુશળતાઓ પર પારંગત બનવું પડશે જે તમને એક કુશળ અને ઉચ્ચ શ્રેણીનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવી શકે.
જો તમે વ્યવસ્થિત રીતે આ બધા માટે યોજના બનાવશો તો કોઈપણ હાાલતમાાં તમે છ મહિનાની અદંર એક કુશળ અને પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની જશો. તમારી કુશળતાને માટે શરૂઆતથી જ ઓછામાં ઓછી 40-50 હજાર દર મહિને કમાવાનું શરૂ કરી દેશો. આ ક્ષેત્રમાં મહત્તમ કમાણીની કોઈ મર્યાદા નથી. જેમ જેમ તમારો પ્રભાવ વધતો જશે તેમ તેમ તમારી કમાણીમાં પણ વધારો
થતો જશે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા
માટે શું કરવું તેને ટૂંકમાં સમજી લઈએ..
ક્નટેન્ટ તૈયાર કરવા માટે રિસર્ચ કરવાનું હોય છે.
તમારી સૌથી સારી ક્રિયેટિવીટી પર ફોકસ કરવાનું હોય છે.
તમારી પ્રેઝન્ટેશન સ્કિલને સતત સુધારતા રહેવાનું હોય છે.
ઓડિયન્સ શું ડિમાન્ડ કરે છે તેને સમજવાનું હોય છે અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પસંદગી સમજી વિચારીને કરવાનું હોય છે.