સ્પોર્ટસ

French Open Tennis : સ્વૉન્ટેક 61 મિનિટમાં જીતી: હૅટ-ટ્રિક ટાઇટલ માટે વિજયીઆરંભ

પૅરિસ: પોલૅન્ડની ટેનિસ-સામ્રાજ્ઞી ઇગા સ્વૉન્ટેકે (Iga Swiatek) અહીં ફ્રેન્ચ ઓપન ટેનિસના લાગલગાટ ત્રીજા ટાઇટલ માટે સોમવારે વિજયીઆરંભ કર્યો હતો.

મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન સ્વૉન્ટેકે લીઑલિયા જીઆનજીનને 61 મિનિટમાં 6-1, 6-2થી હરાવી દીધી હતી. એ સાથે, સ્વૉન્ટેક અહીં લાગલગાટ 13મી મૅચ જીતી છે.

સ્વૉન્ટેક એપ્રિલ, 2022થી અત્યાર સુધીમાં લગભગ દર અઠવાડિયે વર્લ્ડ નંબર-વન તરીકે જાહેર થઈ છે. તે હવે બીજા રાઉન્ડમાં જાપાનની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નાઓમી ઓસાકા સામે રમશે. જસ્ટિન હેનિન 2007 સુધીમાં સતત ત્રણ વાર ફ્રેન્ચ ઓપન જીતી હતી અને સ્વૉન્ટેક તેની એ સિદ્ધિનું અનુકરણ કરવા ઉત્સુક છે.

પુરુષોમાં ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન યાનિક સિન્નરે પ્રથમ રાઉન્ડમાં ક્રિસ યુબૅન્કસને 6-3, 6-3, 6-4થી હરાવી દીધો હતો.
બ્રિટનનો ઍન્ડી મરે કદાચ છેલ્લી વાર ફ્રેન્ચ ઓપનમાં રમ્યો છે. રવિવારે તેનો 2015ના ચૅમ્પિયન સ્ટૅન વૉવરિન્કા સામે 6-4, 6-4, 6-2થી પરાજય થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button