નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…
મુંબઈઃ ધડકટૂથી લઈને ભૂલભુલૈયા3 સુધી અને ઈવન એનિમલ પછી નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ના હાથમાં નવો પ્રોજેક્ટ લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઈને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’માં જોયાના પાત્રથી રાતોરાતો સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅરન્સર બની હતી.
જોકે, તૃપ્તિની લોકપ્રિયતામાં એટલો વધારો થયો છે કે ઈન્સ્ટાગ્રામ સ્ટાર પણ બની ગઈ હતી. યસ, તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ ધડક ટૂને લઈને પણ મોટી અપડેટ મળી રહી છે, પરંતુ આ ફિલ્મ સિવાય તૃપ્તિ આગામી મેગા પ્રોજેક્ટની ફિલ્મમાં જોવા મળી શકે છે.
કરણ જૌહરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ ‘ધડક ટૂ’નું ટીઝર જારી કરીને મોટી અપડેટ આપી હતી. શાજિયા ઈકબાલના નિર્દેશન હેઠળ બનનારી આ ફિલ્મમાં તૃપ્તિ સાથે સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ 22 નવેમ્બર 2024માં રિલીઝ થશે. સિદ્ધાંત-તૃપ્તિની ફિલ્મ 2018માં આવેલી ‘ધડક’ની સિક્વલ છે. પહેલી ધડકમાં જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર હતો.
એના સિવાય તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલની મોસ્ટે એવેટેડ ફિલ્મ ‘ભૂલભૂલૈયા-થ્રી’માં જોવા મળશે. ‘ભૂલભૂલૈયા-ટૂ’માં કિયારા અડવાણી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં તૃપ્તિને જોવા માટે તેના ચાહકો ઇંતજારીમાં છે.
આ ઉપરાંત, તૃપ્તિ ડિમરી પહેલી વખત રાજકુમાર રાવની સાથે બિગ સ્ક્રિન પોતાનો જાદુ પાથરવા તૈયાર છે. તૃપ્તિ અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો તાલા વીડિયો’માં જોવા મળશે. બંનેની આ ફિલ્મ 11 ઓક્ટોબર, 2024ના થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ સિવાય આગામી ફિલ્મ ‘બૈડ ન્યૂઝ’માં જોવા મળશે. અનન્યા પાંડેના કૈમિયોવાળી ફિલ્મમાં તૃપ્તિ જોવા મળશે.
સંદીપ રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’થી નેશનલ ક્રશનું બિરુદ મેળવનારી તૃપ્તિ ડિમરીએ પોતાની કારકિર્દીની શરુઆત બોલીવુડમાં 2017માં ‘પોસ્ટર બોયઝ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ 2020માં આવેલી ફિલ્મ ‘બુલબુલ’ 2022માં આવેલી કાલામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા, જ્યારે આગામી દિવસોમાં અનેક ફિલ્મોમાં જોવા મળશે.