કાનમાં કાતિલ અદાઓ ‘હીરામંડી’ની ‘બિબ્બોજાન’ની! અદિતિ રાવ હૈદરી દેખાઇ આ લુકમાં!
ન્યૂ યોર્ક: વિશ્વની નજર જેના પર હોય છે તેવો કાન ફેસ્ટિવલ હાલ ન્યૂ યોર્કમાં યોજાઇ રહ્યો છે અને આખા દુનિયાની સેલિબ્રિટીઓ આ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની આગવી સ્ટાઇલ અને ફેશનમાં જાદુ પાથરે છે. જોકે ભારતીય સેલિબ્રિટીઓ પણ આ બાબતમાં જરાય પાછળ પડે તેવા નથી.
‘હીરામંડી’ સિરીઝમાં ‘બિબ્બોજાન’નું પાત્ર ભજવીને પોતાની લોકપ્રિયતા આસમાને પહોંચાડનારી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી અને રેડ કાર્પેટ પર અદિતિની કાતિલ અદાઓનો કોઇ મુકાબલો જ ન હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે કાન પહોંચેલી અદિતિનો નવો જ લુક સામે આવ્યો છે અને તેના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
અદિતિએ પોતાના જ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જ આ તસવીરો મૂકી હતી અને તેમાં તેણે બેબી પિંક કલરનો ગાઉન પહેરેલો જોવા મળે છે. આ લુકમાં તે અત્યંત આકર્ષક દેખાઇ રહી છે.
આ પહેલા કાનમાં અદિતિએ વ્હાઇટ ઍન્ડ બ્લેક ઓફ શૉલ્ડર ગાઉન પહેર્યો હતો. જોકે પોતાના બીજા લુક માટે તેણે બેબી પિંક કલરના વન શૉલ્ડર ગાઉન પર પસંદગી ઉતારી અને તેની આ પસંદગી તેના ચાહકોને તો ખૂબ જ પસંદ પડી રહી છે.
તેની તસવીરોની નીચે અદિતિના ચાહકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો અને તેના લુકના ખૂબ વખાણ કર્યા હતા. આ તસવીરોમાં તે અલગ અલગ પોઝ આપી રહેલી દેખાય છે. તેમાં પણ તેના ચહેરાની પાછળથી આવતી આછી સૂર્યકિરણોના કારણે તસવીરો વધુ સુંદર દેખાય છે અને અદિતિની સુંદરતામાં પણ કુદરતી સૌંદર્યનો ઉમેરો કરતી હોય તેવું જણાય છે.