જૈન મરણ
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ અંધેરી પૂર્વના કીર્તિ ઇશ્ર્વરલાલ શાહ તા. ૧૫.૯.૨૦૨૩એ અરિહંતશરણ પામ્યા છે. તેઓ સ્વ. હેમલતા અને સ્વ. ઇશ્ર્વરલાલ દામોદરના પુત્ર, સ્વ. ચંદ્રિકાબહેન અને સ્વ.ચંપકલાલ શાહના જમાઇ. ગં. સ્વ. જ્યોત્સનાબહેનના પતિ. નેહા, નિશિતા, નીરવના પિતા. જયેશ ખોખાણી, અશ્ર્વિન નાયર, ફાલ્ગુનીના સસરાજી. ડો. વેદાંતના દાદા. સ્વ.મધુરીબહેન, રમીલાબહેન, શોભનાબહેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર હાલ મુલુંડ અશોક મણીલાલ શાહના ધર્મપત્ની રાજુલબેન (ઉં. વ. ૭૨) તા. ૧૫-૯-૨૩, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ધવલ, તન્મયના માતુશ્રી. તે કવિતાબેન, રૂચિતાબેનના સાસુ. રમેશભાઇ, ડૉ. જે. એમ. શાહ તથા જયોત્સનાબેન, આશાબેન તથા જયોતિબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતાબેન ઉમેદલાલ ચત્રભુજ ઝવેરીના પુત્રી. સ્વ. અશ્ર્વિનભાઇ, સ્વ. હંસાબેન, નિરૂબેન, ઉર્વષીબેન, સ્વ. દિનાબેનના બહેન. નિવાસસ્થાન: એ, ૨૦૩ ડેફીડીલ, વીસ્પરિંગ મીડોઝ, ગણપતિ મંદિરની બાજુમાં, મોડેલ ટાઉનની સામે, બાલરાજેશ્ર્વર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતાંબર
મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર હાલ મુંબઇ સ્વ. ભીખાભાઇ ભૂદરદાસ કોઠારીના પુત્ર. સ્વ. જયંતીભાઇ કોઠારીના ધર્મપત્ની રમાબેન (ઉં. વ. ૯૧) તા. ૧૫-૯-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મહેસાણા નિવાસી સ્વ. ચંદનબેન મુગટલાલ જગજીવનદાસ શાહની દીકરી. સ્વ. ભાનુબેન ગુણવંતરાય, સ્વ. વસંતબેન મનહરલાલના દેરાણી. સ્વ. કુસુમબેન વિનુભાઇ, સ્વ. સુભાષભાઇના ભાભી. તથા નયનાબેનના જેઠાણી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી સ્વ. રસિકલાલ મણીલાલ બરોડિયાના ધર્મપત્ની જયાબેન બરોડિયા (ઉં. વ.૯૮) તે સ્વ જીવીબેન છોટાલાલ તલસાણીયાના સુપુત્રી સ્વ. ચંપાબેન શેઠ સ્વ. પ્રભાબેન સ્વ. શાંતિ કુમાર તેમ જ રજનીકાંતના બેન, તરલિકા ભુપેન્દ્ર દેસાઈ અતુલ તથા સમીરના ફઈ. તે તા: ૧૬ -૯- ૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા રોહાના મંજુલાબેન મોરારજી વોરા – વિકમાણી (ઉ.વ.૮૬) તા.૧૫-૯-૨૩ ના અવસાન પામ્યા છે. કુંવરબાઈ (પુરબાઈ) ચનાભાઈ કોરશીના પુત્રવધુ. મોરારજીભાઈના પત્ની. જયંતિ, રાજેશ, ગૌતમ, દક્ષાના માતા. દેવપુર દેવકાંબેન રાઘવજી પાંચારીયા વીરાના પુત્રી. મેઘરાજ, મણીલાલ, નવીન, ચંદ્રકાંત, વલ્લભજી, લક્ષ્મીબેનના બેન. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જેન સંઘ નારાણજી શામજી વાડી. ટા.૪ થી ૫.૩૦.
મોખાના માતુશ્રી લક્ષ્મીબેન વિશનજી છેડા (ઉ.૮૭) તા. ૧૫-૯-૨૩ ના દેહપરિર્વતન કરેલ છે. મા. કુંવરબાઇ માલશી પાંચારિયાના પુત્રવધુ. સ્વ. વિશનજી માલશીના પત્ની. ચંદ્રકાન્ત, જયાના માતુશ્રી. ગેલડાના કુંવરબાઇ કુંવરજી કુરપારના સુપુત્રી. સ્વ. પોપટલાલ, કાંતિલાલ, પ્રફુલ, નવીનાળના સાકરબેન વિશનજી, ભુજપુરના સુંદરબેન રામજી, બેરાજાના રૂક્ષ્મણી શાંતિલાલ, કસ્તુર લક્ષ્મીચંદ, બારોઇના દમયંતી અમૃતલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચંદ્રકાંત છેડા, ૩૦૩, સદાનંદ, ચિત્તરંજનદાસ રોડ, રામનગર, ડોંબિવલી (ઇ).
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન
ખોડુ નિવાસી (વઢવાણ) હાલ વિર્લેપાર્લાના શ્રી જ્યંતિલાલ છોટાલાલ શાહ તથા સ્વ સવિતાબેનના સુપુત્ર વિજયભાઈ (રાજુભાઇ) (ઉં. વ. ૬૧), શનીવાર તા. ૧૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ નેહાબેન (રીટાબેન)ના પતિ, ગૌરાંગ, આકાશના પિતાશ્રી, અ. સૌ. જીનલના સસરા, અતુલ તથા અ. સૌ.અવની હિરેન કોઠારીના ભાઇ. ચુડા નિવાસી હાલ અંધેરી સ્વ. રંજનબેન નગીનદાસ હરજીવનદાસ શાહના જમાઈ પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૧-૯-૨૩ના ૩.૩૦ થી ૫.૩૦ સ્થળ : શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિર્લે પાર્લા વેસ્ટ મુંબઈ ૫૬.
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈ હાલે બોરીવલીના સ્વ. દિનેશ ભારમલ ગાંગજી ગીંદરા (ઉં.વ. ૫૪) શુક્રવાર, તા. ૧૫-૯-૨૩ના મુંબઈ મધ્યે અરિહંતશરણ થયેલ છે. સ્વ. અમૃતબેન ભારમલના સુપુત્ર. ગીતાબેનના પતિ. મિલોની, હેત્વીના પિતા. મોનીલના સસરા. લાકડિયાના જવેરબેન રામજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ૩૦૨, હેપીહોમ સોસાયટી, સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ). મુંબઈ-૯૨.