હિન્દુ મરણ
સ્વ. સુધીરભાઈ કેશવજી સોમૈયાના ધર્મપત્ની શ્રીમતી આશાબેન સોમૈયા, (ઉં.વ. ૭૭) કચ્છ ગામ ગુંદાળાવાળા, તે હિતેશ તથા નિલેશના માતુશ્રી. શિલ્પા અને મોનલના સાસુ. અતિરિયાના દાદીમા. તે સ્વ. ગોદાવરી ભીમજી લાલજી ચંદન કચ્છ ગામ માતાજીના નેત્રાની સુપુત્રી તા. ૧૬-૯-૨૩, શનિવારના શ્રી રામશરણ પામ્યા છે. પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
ગં. સ્વ. મૃદુલાબેન મહેન્દ્રકુમાર દોશી, સ્વ. મહેન્દ્રકુમાર પૂનમચંદ દોશીના ધર્મપત્ની. દિપ્તી, સ્વાતિના માતુશ્રી. અમીષભાઇ શાહ તથા અમીષભાઇ ધારિયાના સાસુ. નીલ, અક્ષય, નેહા તથા એકતાના નાની. સ્વ. કલાવતીબેન (બંગાળી) સ્વ. બાબુભાઇ પરીખ (તાતીયા)ના સુપુત્રી (ઉં. વ. ૭૯) તા. ૧૬-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ભારતીય વિદ્યાભવન, તા. ૧૮-૯-૨૩ના સાંજના ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
વાંઝા દરજી
પોરબંદર નિવાસી હાલ મુંબઇ (પાર્લા) ગં. સ્વ. વનિતાબેન નરસીદાસ ભદ્રેચા (ઉં. વ. ૮૭) તે સ્વ. નરસીદાસ લાલજી ભદ્રેચાના ધર્મપત્ની. નીતાબેન મણીલાલ ગોહિલ, અંજના રંજનીકાંત ગોહિલ, જયેશભાઇના માતુશ્રી. જયશ્રીબેનના સાસુ. રમણભાઇ લાલજી ભદ્રેચાના ભાભી. દિનેશભાઇ વાઘેલા, રમાબેન રાઠોડના મોટાબેન. પૂજા પ્રસાદ પ્રભુ, ભક્તિ ઉદિત ચિતલિયા, ચિંતનના દાદીમા. તા. ૧૬-૯-૨૩ના ગોપાલચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સંન્યાસ આશ્રમ, વિલેપાર્લા-વેસ્ટ સાંજે ૫થી ૭. તા. ૧૮-૯-૨૩ના સોમવારના રોજ રાખેલ છે.
વાંઝા જ્ઞાતિ
સાવરકુંડલા હાલ કાંદીવલી ચારકોપ ગૌ.વા. છગનલાલ વસંતલાલ ભરખડા (ઉં. વ. ૭૦) તે મંજુલાબેનના પતિ, દેવેન્દ્ર, સતીશ, સંગીતાના પિતાશ્રી, કેતનભાઈ, આરતીબેન, મીતાબેનના સસરા, મંગુબેન, મંજુબેન, ભાનુબેન, હસમુખભાઈ, મુકેશભાઈના ભાઈ, કેનીલ, તિશા, દિયા, જેનીષના દાદા, તા. ૧૬/૦૯/૨૦૨૩ ના ગોપાલ ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૮/૦૯/૨૦૨૩ ને સોમવારે સાંજે ૪ થી ૬. ઠે. ગુરુકૃપા પાર્ટી હોલ પ્લોટ ૫૪૧ની સામે, સેક્ટર નંબર- ૫, ચારકોપ, ઓક્સફર્ડ સ્કૂલ ની પાસે, કાંદિવલી (વેસ્ટ)
કંઠી ભાટિયા
આશીત ભાટિયા (ઉ. વ. ૫૬) હાલ મુંબઈ તે સ્વ. રામદાસ મોરારજી અને સુશીલા રામદાસ મોરારજીના પુત્ર, તે રશ્મીના પતિ, હર્ષિતનાં પિતા, તે મહેશભાઈ, મિનાબેન અને રીટાબેનના ભાઈ. તે અવિક અને પુર્વિકનાં દાદા તે સ્વ. ભાનુબેન અને નરેન્દ્ર ઉદેશીનાં જમાઈ તા. ૧૭.૦૯.૨૦૨૩ નાં શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૮-૦૯-૨૦૨૩ નાં સોમવાર સાંજે ૪ થી ૬. ઠે. હોલ નં. ૨, ઠઠ્ઠાઈ ભાટિયા વાડી, નમહ હોસ્પિટલની સામે શંકર ગલી, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ, પ્રાર્થનાસભા પછી લૌકિક પ્રથા બંધ છે.
સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ
મલાડ નિવાસી ગં.સ્વ. તારામતી જીતેન્દ્ર ઠાકર, (ઉ. વ. ૮૯) તા. ૧૬/૦૯/૨૩ શનિવારે કૈલાશવાસી થયેલ છે, તે સ્વ.નર્મદાબેન દલપતરામ ઓઝાના સુપુત્રી,સ્વ.હરસુખરાય, સ્વ.મુકતાબેન, સ્વ. નિર્મળાબેનના નાના બેન, અ.સૌ. માલાબેન, મનોજભાઈ અને હિરેન ભાઈના માતુશ્રી, મહેન્દ્ર ઓઝા, અ.સૌ અદિતિ ઠાકર , અ.સૌ ભાર્ગવી ઠાકરના સાસુ, નેહા, હેતા, હરસિદ્ધ, હેતવીના દાદી, ખુશ્બુ, દિશાના નાની, પ્રાર્થના ૧૮/૦૯/૨૩ સાંજે ૫થી ૭ શ્રી પંચનાથ મહાદેવ મંદિર હોલ, એસ,વી, રોડ, મલાડ પશ્ચિમ, મુંબઈ -૬૪.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ ઘાટકોપર, મુંબઈ, અ.સૌ. વનીતાબેન પ્રવિણચંદ્ર શેઠ(ઉ.વ.૭૭), તે પ્રવિણચંદ્ર ગોરધનદાસ શેઠના પત્ની, પ્રેરણાબેન ઉમેશ શાહ, ભાવનાબેન હેમલ શાહ તથા સ્નેહલભાઈના માતુશ્રી, વૈશાલીબેનના સાસુજી, દિવ નિવાસી હાલ બોરિવલી સ્વ. નાનાલાલ ગુલાબચંદ શાહના દીકરી. સ્વ. ધીરજલાલ, મહેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન પ્રવિણચંદ્ર શાહના બેન, યશ તથા જયના દાદીની પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૦૨૩, સોમવાર સાંજે ૪.૩૦ થી ૬.૦૦, સ્વામિનારાયણ મંદિર, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર-ઈસ્ટ.
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. સુધાબેન સુધીર આશર (ઉં. વ. ૮૫) તે સ્વ. ડાહીબેન દેવીદાસ મેઘજીના સુપુત્રી. તે સ્વ. લીલાબેન લક્ષ્મીદાસ આશરના પુત્રવધૂ. તે અ. સૌ. બેલાબેન સુનીલ દુતિયા, કમલેશભાઇ (પપ્પુભાઇ)ના માતુશ્રી. તે સ્વ. ઉર્મિલાબેન દિલીપસિંહ, સ્વ. મંજુલાબેન જયસિંહ, સ્વ. ભારતીબેન ભરત, ગં. સ્વ. ઇન્દુબેન અરવિંદ આશરના ભાભી. તે હંસરાજભાઇના બેન. રવિવાર, તા. ૧૭-૯-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.