IPL 2024મનોરંજનસ્પોર્ટસ

IPL-2024 ફાઈનલમાં Shahrukh Khanએ પહેરી આ ઘડિયાળ, Anant Ambani સાથે છે ખાસ કનેક્શન…

ગઈકાલે ચેન્નઈ ખાતે યોજાયેલી IPL-2024ની ફાઈનલમાં KKRએ SRHને આઠ વિકેટથી હરાવીને 10 વર્ષ બાદ ત્રીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું હતું. દરમિયાન KKRના માલિક અને બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan) ટીમની જિત બાદ એકદમ ખુશ જોવા મળ્યો હતો અને તેણે અને તેની ટીમે ફ્લાઈંગ કિસ આપીને આ જિતનું સેલિબ્રેશન કર્યું હતું. જો આ મોમેન્ટના ફોટો કે વીડિયો તમે ધ્યાનથી જોયા હશે તો તમે પણ કિંગખાનના કાંડા પર એક સરસમજાની લક્ઝુરિયસ વોચ (SRK’s Laxurious Watch) જોઈ જ હશે ને? ચાલો તમને આજે એ વોચની કિંમત વિશે જણાવીએ…

વાત જાણે એમ છે કે શાહરૂખ ખાનના હાથ પર જોવા મળેલી આ ઘડિયાળ Richard Milleની લિમિટેડ એડિશન વોચ છે અને દુનિયાના જાણીતા લોકો પાસે આ ઘડિયાળ જોવા મળે છે. એસઆરકેએ પહેરેલી વોચ Richard Mille RM-11-03 મોડેલની છે અને આખી દુનિયામાં તેની 500 એડિશન છે. Ronneau Shapeમાં જોવા મળતી આ ઘડિયાળની કિંમત આશરે 3 લાખ અમેરિકન ડોલરથી લઈને પાંચ લાખ અમેરિકન ડોલરની વચ્ચે છે. જો આ કિંમતને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત આશરે 3.5 કરોડથી 5 કરોડની વચ્ચે થાય છે.

શાહરૂખ ખાને પહેરેલી આ ઘડિયાળ ટાઈટેનિયમ, કોપર, ટીપીટી અને સોનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ એક મજબૂત અને લાઈટવેટ પ્રોડક્ટ છે. આ ઘડિયાળની અન્ય ખાસિયત વિશે વાત કરીએ તો તેમાં ઓટોમેટિક ફ્લાયબેક ક્રોનોગ્રાફ મૂવમેન્ટ મળે છે અને જે આ સ્માર્ટ વોચને 50 કલાક સુધી ચાલવાનું પાવર આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના નાનો દીકરો અનંત અંબાણી (Anant Ambani) પણ Richard Milleની ઘડિયાળ પહેરે છે અને એ ઘડિયાળની કિંમત આશરે 15 કરોડ રૂપિયા છે અને આ જ વર્ષે જામનગર ખાતે યોજાયેલા પ્રિવેડિંગ ફંક્શન માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)ની પત્ની Priscilla Chan પણ અનંતની આ ઘડિયાળ જોઈને પ્રભાવિત થઈ ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button