આ કોની સાથે Vacation Mode પર જોવા મળી Malaika Arora?
બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) ભલે ફિલ્મોથી લાંબા સમયથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી જ હોય છે. હવે ફરી એક વખત મલાઈકા અરોરા ચર્ચામાં આવી છે અને એનું કારણે વેકેશન પરથી તેણે પોસ્ટ કરેલા ફોટો. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ ફોટોમાં…
વાત જાણે એમ છે કે મલાઈકા અરોરા હાલમાં વેકેશન પર છે અને આ વખતે તે એકલી નહીં પણ કોઈ ખાસ વ્યક્તિ સાથે વેકેશન પર ગઈ છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ ખાસ વ્યક્તિ તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) હોય તો ભાઈસાબ તમે ભૂલ કરી રહ્યા છો. પરંતુ આ સ્પેશિયલ કોણ છે એ કહેવું જરા અઘરું છે કારણ કે મલાઈકાએ આ ખાસ વ્યક્તિનો ચહેરો તો નથી દેખાડ્યો. બસ દૂરથી હાર્ટ શેપ બનાવીને આ સ્પેશિયલ પર્સનની ઝલક દેખાડી છે.
Also Read – Ex Miss Worldના Bikini અંદાજને જોઈ લો, Bold અભિનેત્રીઓ શરમાઈ…
માલઈકા હાલમાં બાલીમાં વેકેશન મનાવી રહી છે અને અહીં તે ખૂબ મોજ-મસ્તી કરી રહી છે અને તેણે એના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. આ સિવાય એક વીડિયોમાં મલાઈકા નેચર ઝૂલાની મોજ માણતી દેખાઈ રહી છે. મલાઈકા હજારો ફીટ ઉપર જંગલમાં સ્વિંગ કરી રહી છે.
મલાઈકા અરોરા (Malaika Arora)ના આ ફોટો પર ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે અને તેમણે પૂછ્યું હતું કે આખરે અર્જુન કપૂર (Arjun Kapoor) ક્યાં છે? જો અર્જુન તમારી સાથે નથી આખરે કોણ છે જેના ફોટો પર મલાઈકાએ હાર્ટનો શેપ બનાવ્યો છે, એવો સવાલ પણ ઉપસ્થિત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેન્સે ઘણા લાંબા સમયથી કપલને એક સાથે જોયા નથી.
Also Read – Mouni Royએ ગરમીથી બચવા અજમાવ્યો આ પેંતરો, હોટ તસવીરોએ ચાહકોને કર્યા બોલ્ડ
જોકે, આ બધા વચ્ચે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે કપલ સાથે જ છે વેકેશન પર પણ એમને એ જાહેર નથી કરવું એટલે આ બધી ટેક્ટિક્સ અપનાવી રહ્યા છે. આવી અટકળ એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે અર્જુને પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે ખુદ તો નથી દેખાઈ રહ્યો પણ સુંદર મજાનું નેચર જોવા મળી રહ્યું છે.
અર્જુન અને મલાઈકા ખાસ્સા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે જોકે વચ્ચે બંનેના બ્રેકઅપની અફવા પણ ઉડી હતી.