નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદીના પરમાત્મા નિવેદન પર રાહુલ ગાંધીનો ટોણોઃ એક દિવસ અદાણી માટે પણ…

પટણાઃ લોકસભા-2024ની ચૂંટણીમાં મતદાનના છેલ્લા તબક્કો બાકી છે. છ તબક્કામાં મતદાન થઈ ગયું છે. હવે 1લી જૂને યોજાનારા સાતમાં તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ છેલ્લો મોકો પણ એકબીજા પર ત્રાટકવાનો ગુમાવતા નથી. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ટરવ્યુ આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ બિહારમાં બખ્તિયારપુરમાં રેલી સંબોધતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના જ ઈન્ટરવ્યુ પર વાર કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી એક દૈવી સિદ્ધાંતની વાત કરી રહ્યા છે. શું તમે જાણો છો કે ભગવાનની આ કહાની શા માટે બહાર પાડવામાં આવી છે? ચૂંટણી પછી એ જ EDના લોકો જ્યારે નરેન્દ્ર મોદીજીને અદાણી વિશે પૂછશે ત્યારે નરેન્દ્ર મોદી કહેશે, મને ખબર નથી, ભગવાને કહ્યું હતું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારના બખ્તિયારપુરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે મોદીજી, લાંબા ભાષણ આપવાનું બંધ કરો અને દેશના ભાગલા પાડવાની કોશિશ ન કરો. પીએમને સવાલ કરતા તેમણે કહ્યું કે તમે 2 કરોડ નોકરીઓની વાત કરી હતી પરંતુ એક પણ યુવકને નોકરી નથી આપી.

આ પણ વાંચો: અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બખ્તિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે તેઓ રોજગારના મુદ્દે મૌન છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાનના તાજેતરના ઈન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બેરોજગારીના મુદ્દાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, સૌથી પહેલા યુવાનોને એ જણાવો કે તમે ભારતના યુવાનોને કેટલી રોજગારી આપી છે, કેટલી નોકરીઓ આપી છે? તમે બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી. તમે યુવકને નોકરી નથી આપી. ભારતમાં યુવાનોને રોજગારી મળી શકતી નથી.

પહેલા તમારી પાસે નોકરી માટે અલગ-અલગ રસ્તા હતા, તમે આર્મીમાં જઈ શકો છો, તમે પબ્લિક સેક્ટરમાં જઈ શકો છો, તમે પ્રાઈવેટ સેક્ટરમાં રોજગાર મેળવી શકો છો. નરેન્દ્ર મોદીએ નોટબંધી અને GST લાગુ કરીને રોજગારીના રસ્તા બંધ કર્યા અને સેનામાં અગ્નિવીરનો અમલ કરીને સૈનિકોને મજૂરોમાં ફેરવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button