રાજકોટ અગ્નિકાંડ સૂઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે ‘સરકાર પર અમને વિશ્વાસ જ નથી!’
ગાંધીનગર : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot gamezone fire incident) સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા સૂઓમોટો દાખલ કરવામાં આવી છે, આજે તેના પર સુનાવણી યોજાઇ હતી. આ દરમિયાન તેમણે સરકાર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘અમને સરકાર કે તંત્ર પર હવે જયારે ભરોસો નથી. વધુ ઉમેરતા કહ્યું હતું કે આપણે સામાન્ય માણસો છીએ અને આપણાં પર મીડીયાના અહેવાલોની અસર થાય છે પણ તંત્ર તો તેને પણ ગણતું નથી.
આગકાંડને લઈને હાઇકોર્ટે આ સમગ્ર મુદ્દે સરકાર અને તંત્રને પ્રશ્નો કર્યા હતા, કોર્ટે કહ્યું હતું કે આદેશ હોવા છતાં નિયમોનું પાલન શા માટે થયું ? આદેશના પાલનમાં રાખવામાં આવેલી બેદરકારી બદલ આ આગકાંડ સર્જાયો છે. ગેમઝોનની મંજૂરી અને ફાયર સેફટીનું કેમ ધ્યાન ન રાખવામા આવ્યું.
હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્પષ્ટ આદેશ હોવા છતાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી એવું જ માનવું રહ્યું ને? ચાર વર્ષમાં 6 મોટી દુર્ઘટનાઓ બની હોવા છતાં મહાનગર પાલિકાએ શું કર્યું ? આપણે માણસો છીએ અને આપણાં પણ મીડિયાના અહેવાલોની અસર થાય છે પણ તંત્ર તો મીડિયાના અહેવાલોને પણ ગણતું નથી.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે રાજકોટ મનપા પાસે સ્પષ્ટીકરણ મઅંગત કહ્યું હતું કે તમે શું આંધળા થઈ ગયા હતા ? અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું છતાં તમે શું ઊંઘતા હતા. હાઇકોર્ટ દ્વારા મનપા કમિશનરને નોટિસ ફટકારવામાં આવી છે. હાઇકોર્ટે તેમની પાસે એ વાતનો જવાબ માંગ્યો છે કે શા માટે આ બાબતે કોર્ટ તેમને જવાબદાર ન ગણવા જોઈએ ? રાજકોટ મહાનગરપાલિકા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપે.