સ્પોર્ટસ

Happy Birthday: એક ઑવરમાં છ છક્કા, 113 મિનિટમાં ડબલ સેન્ચ્યુરી અને 31 વર્ષે ક્રિકેટને અલવિદા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાનદાર જીવન જીવવા માટે પ્રખ્યાત શાસ્ત્રી માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.
ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક શાસ્ત્રીનો જન્મ 1962માં મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. શાસ્ત્રીએ 25 નવેમ્બર 1981ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી. 1985ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, શાસ્ત્રીને તેમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે શ્રેષ્ઠ ખેલાડી એટલે કે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ આ દિગ્ગજ ખેલાડીએ કોમેન્ટેટરની ભૂમિકા પણ ભજવી હતી. તે ભારતના સૌથી સફળ કોચની યાદીમાં પણ સામેલ છે.


રવિ શાસ્ત્રીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઈજાગ્રસ્ત દિલીપ જોશીના સ્થાને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. તે સમયે શાસ્ત્રી કોલેજના વિદ્યાર્થી હતા અને તેમની ઉંમર 21 વર્ષની હતી. જો કે, શાસ્ત્રીએ આ તકનો લાભ લેવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી.
રવિ શાસ્ત્રીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત નંબર 10 બેટ્સમેન તરીકે કરી હતી. જોકે, બે વર્ષમાં તેણે પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી દીધી અને તે પછી તેણે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું.


મજબૂત બોલિંગ આક્રમણ સામે રવિ શાસ્ત્રીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે 39.69ની એવરેજથી 7 સદી ફટકારી હતી. ઓપનર તરીકે શાસ્ત્રીએ 56.45ની બેટિંગ એવરેજથી 4 સદી ફટકારી હતી.


રવિ શાસ્ત્રીએ 80 ટેસ્ટ મેચોમાં 35.79ની એવરેજથી કુલ 3830 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 12 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન હતો જે તેણે ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. 150 વનડેમાં શાસ્ત્રીએ 29ની એવરેજથી 3108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 સદી અને 18 અડધી સદી ફટકારી હતી.


તેની ડાબા હાથની સ્પિન બોલિંગ વડે શાસ્ત્રીએ ટેસ્ટમાં 151 વિકેટ અને વન-ડે ઈન્ટરનેશનલમાં 129 વિકેટ લીધી હતી.
રવિ શાસ્ત્રીએ બે દાયકાથી વધુ સમય સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી (મિનિટમાં) ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે વર્ષ 1985માં મુંબઈ તરફથી રમતા બરોડા સામે 113 મિનિટમાં આ કરી બતાવ્યું હતું. રવિ શાસ્ત્રી એક ઓવરમાં છ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સંયુક્ત રીતે) છે. રણજી ટ્રોફીની 1985 સીઝનમાં બોમ્બે (હાલ મુંબઈ) તરફથી રમતી વખતે તેણે બરોડા સામે આ સિદ્ધિ મેળવી હતી.


તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું. અભનેત્રી અમૃતા સિંહ સાથેના તેના સંબંધો ચર્ચાનો વિષય બન્યા હતા. બન્નેએ સગાઈ કરી લીધી હોવાની ચર્ચાઓ પણ હતી, પણ પછી બન્ને છૂટા પડી ગયા.
બહુ ઓછા લોકો જાણતા હશે કે રવિ શાસ્ત્રીએ માત્ર 31 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જ્યારે ક્રિકેટર્સ લગભગ 40 વર્ષની ઉંમર સુધી રમવામાં માને છે. તેની નિવૃત્તિનું કારણ ઘૂંટણની ઈજા હોવાનું પણ કહેવાય છે. જોકે રવિએ કૉચ તરીકે સફળ ભૂમિકા ભજવી.


તમને જાણીને નવાઈ લાગશે કે ભારતે 71 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી છે. ભારતને આવી જીત અપાવનારા કૉચ હતા રવિ શાસ્ત્રી અને કેપ્ટર વિરાટ કોહલી. ત્યારબાદ 2021માં ભારતે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને તેના જ મેદાન પર ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.
રવિ શાસ્ત્રીને તેમના જન્મદિવસે શુભકામના…

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત