નેશનલ

અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન કેજરીવાલે PET-CT સ્કેન સહિત જેવા બીજા અનેક ટેસ્ટ કરાવવાના હોવાથી, અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ (supreme court) પાસે વધારાના 7 દિવસનો સમય માંગ્યો છે.

લોકસભા ચૂંટણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાની જામીન અરજીને મંજૂર કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર નીતિને લઈને લાગેલા કથીત આરોપ બાદ તેઓ જેલમાં છે. આ કેસને લઈને ED દ્વારા 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપતા કહ્યું હતું કે, “લોકસભાની ચૂંટણીને જોતાં ઉદારવાદી દ્રષ્ટિકોણ યોગ્ય છે. જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય તેનાથી સમાજને ખતરો નથી. ભલે તેમના પર ગંભીર આરોપો હોય પરંતુ હજુ સુધી તે માત્ર આરોપી છે કોઈ દોષી નથી સાબિત થયા. કોર્ટે આ કેસને લગતા કોઈ જ સાક્ષી સાથે વાત નહીં કરવાની સૂચના કેજરીવાલને આપવામાં આવી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button