શું AMCને હતી જાનહાનિની રાહ ? સરકારના આદેશ બાદ ગેમઝોનની તપાસમાં સામે આવી ઘણી અનિયમિતતા
અમદાવાદ : રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું છે. આટઆટલી દુર્ઘટનાઓ સર્જાવા છતાં પણ સુરક્ષાના નામે ધાંધિયા ચલાવવામાં આવતા હતા. રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકા (Ahemdabad Municipal Corporation) દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘણી અનિશ્ચિતતાઓ સામે આવી છે.
સરકારે તાત્કાલિક ધોરણે રાજ્યમાં ચાલતા ગેમઝોનની તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ પણ તપાસ હાથ ધરી હતી. AMC કમિશનરની સુચના પ્રમાણે ત્રણ અલગ અલગ ટીમો બનાવી 15 ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ગેમઝોનમાં એનઓસી નહિ, તો અમૂકની એનઓસી રિન્યૂ કરવામાં નથી આવી, તો અમૂકમાં તો એન્ટ્રી અને એક્ઝિટ બંને એક જ ગેટ હતા. આથી કહી શકાય કે આજદિન સુધી તંત્રનું કોઈ મોનીટરીંગ હતું જ નહીં. કદાચ તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય એવું લાગે છે.
AMCના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે પોલીસના ચોપડે કુલ 25 ગેમઝોન નોંધાયા છે. જેમાંથી 10 ખુલ્લા મેદાનમાં ચાલતા ગેમઝોનમાં સોમવારે તપાસ કરવામાં આવશે. ટીમમાં મ્યુનિ.ના ફાયર એન્જિનિયરિંગ, એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપના એક-એક અધિકારી, મામલતદાર, એસીપી માલિક કુલ 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમે કુલ 15 ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. ઇસ્કોન બોડકદેવ આંબલી રોડ બાઉન્સ અપ, અને બોપલના TRP મોલ-ફન ઝોન, વસ્ત્રાપુર ફન સિટી આલ્ફા વન, થલતેજ વોર્ડમાં સિંધુ ભવન રોડ પર સોટસ અને ફન બ્લાસ્ટ, હિમાલયા મોલ ગેમઝોન, પેલેડિયમ મોલ ગેમઝોન, ગોકુલ હોટલ રોડ ગોતા ગેમઝોન, વસ્ત્રાલ વેદ આર્કેડ અને કકુંબા મોલ ગેમઝોન સાહિતમાં તપાસ કરવામાં આવી હતી.
Also Read –