આમચી મુંબઈ

વંદે ભારત ટ્રેનમાં ટૂંક સમયમાં મળશે સ્લીપર કોચની સુવિધા

મુંબઇ: દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આંકડો વધતો જઈ રહ્યો છે. વંદે ભારત દેશની સૌથી ઝડપી ચાલનારી ટ્રેનોમાંથી એક છે. આ સેમી-હાઈસ્પીડ ટ્રેન હવે દેશના મહત્ત્વપૂર્ણ કેન્દ્રોને જોડી રહી છે. ભારતીય રેલવેની સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ રેલવે મુસાફરોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. અત્યાર સુધી મુસાફરોને આઠ આવી ટ્રેનોની સુવિધા આપવામાં આવી રહી છે પણ ઝડપી જ મુસાફરોને વંદે ભારતમાં સ્લીપર કોચની પણ સુવિધા મળવા લાગશે. કારણ કે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો વંદે ભારતની સ્લીપર વર્ઝનવાળી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

અધિકારીઓનું કહેવું છે કે હવે વંદે ભારત ટ્રેનના સ્લીપર વર્ઝનને ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવશે. એલ્યુમિનિયમથી બનેલા સ્લીપર વર્ઝનની આ ટ્રેન પાટા પર ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. તેમને કહ્યું કે ચેયરકાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તબક્કાવાર શતાબ્દી એક્સપ્રેસ સામે બદલવામાં આવશે, જ્યારે સ્લીપર વર્ઝન રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો વિકલ્પ હશે.
અધિકારીઓનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં રેલવેએ ૪૦૦ વંદે ભારત ટ્રેન માટે જાહેરાત કરી છે અને આ મહિનાના અંત સુધી કામને મંજૂરી પણ આપવામાં આવશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button