ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
A B
ગણેશ શંખ
શ્રીકૃષ્ણ ડમરુ
શંકર મોદક
વિષ્ણુ વજ્ર
ઈન્દ્ર વાંસળી

ઓળખાણ પડી?
વિશ્ર્વનું સૌથી પ્રખ્યાત પશુપતિનાથ મંદિર ભારતના કયા પાડોશી દેશમાં છે એની ઓળખાણ પડી? વેદો લખાયા એ પહેલા એની સ્થાપના થઈ હોવાની માન્યતા છે.
અ) શ્રીલંકા બ) નેપાળ ક) ભુતાન ડ) મ્યાનમાર

ગુજરાત મોરી મોરી રે
પારિવારિક પ્રસંગે ગવાતા પ્રખ્યાત ભજનમાં ખૂટતો શબ્દ જણાવો.
હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી ———-
અ) અરજી બ) આરતી ક) કંકોતરી ડ) ભક્તિ

માતૃભાષાની મહેક
ઘરની કસર અને વહાણની સફર સમજવાની વાત છે. કરકસર કરીને રહેવાથી સંપત્તિમાં વધારો થાય છે અને વહાણની સફર કરી વેપાર ધંધા વિદેશમાં કરીને પૈસા મળે એવો એનો ભાવાર્થ છે. ઘરમાં અંધારું ને આંગણે દીવો એ કહેવત અવિવેક દર્શાવે છે. મતલબ કે જે જગ્યાએ દીવો કરવો જોઈએ એના બદલે જ્યાં જરૂર ન હોય ત્યાં દીવો કરવો એવો અવિવેક.

ઈર્શાદ
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.
— શૂન્ય પાલનપુરી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘નેવાનાં પાણી મોભે ન ચડે’ કહેવતમાં નેવા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) નવાઈ બ) નદી ક) નળિયું ડ) નળ

માઈન્ડ ગેમ
મહાભારતમાં પાંચ પાંડવો પૈકી કયા ભાઈએ ત્રિકાળજ્ઞાની તરીકે ખ્યાતિ મેળવી હતી એનું નામ આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.
અ) સહદેવ બ) યુધિષ્ઠિર
ક) નકુળ ડ) અર્જુન

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શ્રી રામ અયોધ્યા
શ્રી કૃષ્ણ મથુરા
શંકર કૈલાશ
મહાવીર સ્વામી વૈશાલી
ગૌતમ બુદ્ધ લુમ્બિની

ગુજરાત મોરી મોરી રે
જાનકી

ઓળખાણ પડી?
મંદસૌર .

માઈન્ડ ગેમ
હિડિમ્બા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પાત્ર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રસીક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા (૬) ધિરેન્દ ઉદેશી (૭) પ્રતિમા પામાણી (૮) કમલેશ મૈઠિઆ (૯) ખૂશરુ કાપડિઆ (૧૦) શ્રધ્ધા અસાર (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નીખીલ બેંગાલી (૧૫) અમિશી બેંગાલી (૧૬) લજિતા ખોના (૧૭) નીતીન જે બજરીઆ (૧૮) જ્યોતિ ખંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ લોઢાવિઆ (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનિષા શેઠ (૨૫) ફાલ્યુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપત (૩૨) દેવેન્દ્ર સંપત (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષીબેન દલાલ (૩૬) હિનાબેન દલાલ (૩૭) રમેશભાઈ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ તોલીઆ (૪૦) ભાવના કારવે (૪૧) રજનિકાંત પાટવા (૪૨) સુનિતા પાટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરિશ મનુભાઈ ભટ્ટ (૫૦) નંદકિશોર સંજાણવાળા (૫૧) કિશોર બી. સંઘરાજકા (૫૨) વિજય આસર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button