આમચી મુંબઈ

એક દિવસ પહેલા ડિલાઈલ બ્રિજની એક લેન ખુલ્લી મુકાઈ

શિંદે-ઠાકરે જૂથ વચ્ચે શ્રેય લેવાની ખેંચતાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલના મહત્ત્વનો ગણાતા ડિલાઈલ પુલની એક તરફની લેન સોમવારે ખુલ્લી મુકાવાની હતી, પરંતુ સત્તાવાર રીતે તે ખુલ્લી મુકાય તે પહેલા જ એક ગણેશ મંડળે રવિવારે ગણેશમૂર્તિ સાથે આ પુલ પરથી જવાનો પ્રયાસ કરતા ટેન્શન વ્યાપી ગયું હતું અને વિવાદ વધુ વકરે તે પહેલા પાલક પ્રધાન દીપક કેસરકર ઘટનાસ્થળે દોડતા આવી પહોંચ્યા હતા અને ઉતાવળે ઉદ્ઘાટન કર્યા બાદ છેવટે સવારના એક લેન ખુલ્લી મુકવામાં આવી હતી.

સત્તાવાર રીતે આ પુલ સોમવારે ખુલ્લો મૂકવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના હતી. જોકે રવિવારે જ આ પુલની પૂર્વ દિશાની એક લેન ખુલ્લી મુકી દેવામાં આવી હતી. પ્રભાદેવી, વરલી, કરી રોડ અને લોઅર પરેલના રહેવાસીઓ તથા નોકરિયાત વર્ગ માટે આ પુલ ખૂબ મહત્ત્વનો છે. તેથી ગણેશોત્સવ દરમિયાન ગણેશમંડળો સહિત ભક્તોને ભારે રાહત થવાની છે.

લોઅર પરેલ રેલવે સ્ટેશન પાસે, એન.એમ. જોશી માર્ગ અને ગણપતરાવ માર્ગ પર ડિલાઈલ રેલવે ઓવર બ્રિજ પુલનું બાંધકામ હવે અંતિમ તબક્કામાં છે. આ પુલ પર એન.એમ. જોશી માર્ગ પરથી આવનારા બે અને ગણપતરાવ કદમ માર્ગ પરથી આવનારા એક એમ ત્રણ રસ્તાનું બાંધકામ પાલિકાના અખત્યાર હેઠળ છે, તેમાંથી પશ્ર્ચિમ દિશા તરફની લેન આ પહેલાં જ પહેલી જૂન, ૨૦૨૩ના ખુલ્લી મુકવામાં આવી હતી. તો એન.એમ.જોશી માર્ગ પરનો લોઅર પરેલ અને કરી રોડ સ્ટેશનને જોડનારો પૂર્વ દિશા તરફનો રોડ એ વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વનો છે. આ રોડ પરના બંને તરફમાંથી લગભગ એક તરફનો રોડ ગણેશોત્સવ પહેલા ચાલુ કરવા માટે પાલિકા પર સ્થાનિક સહિત રાજકીય સ્તરથી ભારે દબાણ આવી રહ્યું હતું.

રાજ્કીય સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ શિંદે ગ્રૂપ અને ઠાકરે ગ્રૂપની શિવસેના દ્વારા આ પુલને જલદી ખુલવો મૂકવાનું રાજકીય શ્રેય લેવા માટે ખેંચતાણ ચાલી રહી હતી. બે-ત્રણ દિવસ અગાઉ જ શિવસેના (યુટીબી)ના નેતા આદિત્ય ઠાકરે ડિલાઈલ પુલની મુલાકાત લઈને તેને ખુલ્લો મૂકવામાં થઈ રહેલા વિલંબ બદલ ટીકા કરી હતી. આ દરમિયાન આ પુલની એક લેન ગણેશોત્સવના આગલા દિવસે એટલે કે સોમવારે ખુલ્લી મૂકવાની પાલિકા પ્રશાસને જાહેરાત કરી હતી, છતાં એક ગણેશમંડળે રવિવારે સવારના આ પુલ પર ગણપતિની મૂર્તિ સાથેના ટ્રકને લઈ જવાના પ્રયાસ કર્યા હતા.

એક ચર્ચા મુજબ આ ગણેશમંડળ ઠાકરેની શિવસેના સાથે જોડાયેલી હોવાથી તેઓએ ડિલાઈલ પુલ પરથી ગણેશમૂર્તિ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને અપ્રત્યક્ષ રીતે પુલને ખુલ્લો મુકાવા પાછળનું શ્રેય ઠાકરે ગ્રૂપની શિવસેનાને આપવામાં માગતા હતા. જોકે શિંદે ગ્રૂપની શિવસેના હરકતમાં આવી ગઈ હતી અને પુલ ખુલ્લો મૂકવાનું શ્રેય ઠાકરે ગ્રૂપ લઈ જાય તે પહેલા શિક્ષણ પ્રધાન અને શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર દોડી આવ્યા હતા અને ગણેશોત્સવ દરમિયાન વિવાદ વધુ વકરે નહીં તે માટે ઉદ્ઘાટન કરીને રવિવારે સવારે જ લેન ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. ઠાકરે ગ્રૂપ અને શિંદે ગ્રૂપની શિવસેનાના પ્રવક્તા સાથે આ મુદ્દે સંપર્ક કરવાના અનેક વખત પ્રયાસ બાદ પણ સફ્ળતા મળી નહોતી.

નોંધનીય છે કે ૨૦૧૮ની સાલમાં આઈઆઈટી મુંબઈએ આ પુલ જોખમી હોવાનું જાહેર કર્યું હતું ત્યારબાદ તાત્કાલિક પુલને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ પુલનું કામ રખડી પડ્યું હતું. રેલવેની અમુક મંજૂરી મળવામાં એક વર્ષ નીકળી ગયું હતું અને પુલનું કામ લંબાતું ગયું હતું.

જલદી જ પુલનું કામ પૂરું થશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ઈન્ફ્રાસ્ટ્રકચર) ઉલ્હાસ મ્હાલેએ જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનામાં વરસાદની ગેરહાજરીમાં પુલનું કામ ઝડપથી કરવામાં આવ્યું હતું. રેલવે પરિસરને અડીને રહેલા એન.એમ. જોશી રોડ પર અપ અને ડાઉન એમ બંને દિશાના ગર્ડર ઊભા કરવાનું કામ ઑગસ્ટમાં પૂરું કરવામાં આવ્યું હતું. એ બાદ માસ્ટિક, રૅમ્પ, કૉંક્રિટીકરણ, રંગકામ, સ્ટ્રીટ લાઈટ વગેરે કામ કરવામાં આવ્યા હતા. છેલ્લા તબક્કામાં ડામરીકરણનું કામ પૂરું કરીને પૂર્વ તરફની લેન ખુલ્લી મૂકવામાં આવી છે. બહુ જલદી પુલનું કામ પૂરું કરવામાં આવશે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત