આમચી મુંબઈ

ગણેશ આગમનમાં અડચણો અનેક, પણ ઉત્સાહ અકબંધ

ટોલમાફી હોવા છતાં ગણેશભક્તોના ફાસ્ટેગથી પૈસા કપાયા

ગણેશ ગલ્લીના ‘મુંબઈચા રાજા’
ગણેશોત્સવનો પ્રારંભ આવતીકાલ (મંગળવાર)થી થવાનો છે ત્યારે મુંબઈની બજારોમાં રવિવારે ખરીદી માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે પણ લોકોનો ઉત્સાહ કંઇ ઓછો થયો હોય એવું જણાયું નહોતું. મુંબઈથી કોંકણ તરફ જતા માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની હતી, જ્યારે રત્નાગિરિ-કોંકણ તરફ જતી ટ્રેનો-બસ પકડવા માટે લોકોને રીતસરની કસરત કરવી પડી હતી. (તસવીરો: જયપ્રકાશ કેળકર, અમય ખરાડે)

નવી મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે કોંકણમાં જનારા લોકોને ટોલમાફી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, પરંતુ ટોલનાકા પર બેસાડવામાં આવેલા ફાસ્ટેગમાંથી ટોલમાફી કેવી રીતે મળશે એ અંગેની માહિતી આપવામાં આવી ન હોવાને કારણે ટોલનાકા પર પહોંચેલા અનેક ગણેશભક્તોના વાહનો પરના ફાસ્ટેગમાંથી ટોલની રકમ કાપવામાં આવી હતી. મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ડાબી બાજુએ એક લેન ટોલમાફીના પાસ ધરાવનારાઓ માટે રાખવામાં આવી હતી, પરંતુ પાસ હોવા છતાં ફાસ્ટેગમાંથી પૈસા કાપવામાં આવ્યા હોવાનો અનુભવ અનેકને થયો હતો.

રાજ્યના ટોલનાકા પર હવે પહેલાની જેમ રોકડ પૈસા આપીને ટોલ ભરવામાં આવતો નથી. ટોલ વસૂલી માટે વાહનો પર ફાસ્ટેગ
લગાવવામાં આવ્યા છે. વાહનો ટોલનાકા પર ઊભા હોય ત્યારે ફાસ્ટેગ સ્કેન થઇને અમુક સેકંડોમાં જ ટોલની રકમ કાપવામાં આવે છે. નવી ટેક્નોલોજીને ઘણા સમય પહેલા જ અમલમાં મૂકવામાં આવી છે. ગણેશભક્તોને રાહત આપવા માટે છેલ્લાં કેટલાંક વર્ષથી ટોલમાફી આપવામાં આવે છે.

ટોલમાફી માટે પરિવહન વિભાગ, ટ્રાફિક પોલીસ, આરટીઓ વગેરે પાસેથી પાસ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટોલમાફી માટેના પાસ મેળવવાનું અત્યંત સરળ હોવા છતાં ટોલનાકા પર ટોલમાફી મેળવવાનું ઘણું અઘરું છે. શુક્રવારથી મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ડાબી બાજુની એક લેન ટોલમાફીના પાસધારકો માટે રિઝર્વ રાખવામાં આવી હતી, પરંતુ આ લેન પર હંમેશાં ભારે વાહનોની લાઇનો લાગેલી હોય છે તેથી વાહનચાલકો હંમેશાંની જેમ ફોર વ્હીલર માટેની લાઇનમાં જતા હોય છે. આ લાઇનમાં આગળ વધતા ફાસ્ટેગ દ્વારા તેમના પૈસા કપાતા હોય છે. તેથી ટોલનાકા પર ગણેશભક્તોને હેરાનગતિ થઇ રહી છે.
ટોલમાફી હોવા છતાં પ્રત્યક્ષ રીતે ગણેશભક્તોને તેનો લાભ મળી રહ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

કોંકણ જવા માટે વિમાનની ટિકિટ ₹ ૧૫,૦૦૦
રેલવેથી જઇએ તો રિઝર્વેશન મળતું નથી, રોડ માર્ગે જઇએ તો ટ્રાફિક-ખાડાની સમસ્યા…આવી પરિસ્થિતિમાં કોંકણ જવા માટે વિમાનપ્રવાસનો પર્યાય ઉપલબ્ધ છે, પરંતુ કોંકણમાં જવા માટે સામાન્ય રીતે રૂ. ૧૮૦૦થી રૂ. ૨૮૦૦ વિમાન ભાડું થતું હોય છે, પરંતુ ગણેશોત્સવ નિમિત્તે વિમાન દર રૂ. ૧૫૦૦૦ પર પહોંચી ગયા છે.

કોંકણમાં જવા માટે એક એર કંપની દ્વારા મુંબઈ-સિંધુદૂર્ગ (ચિપી)-મુંબઈ એવી વિમાનસેવા અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર રાખવામાં આવી છે. સોમવાર અને મંગળવારે પાછા ફરવું હશે તો પાછા ફરતી વખતની ટિકિટ રૂ. ૧૪૭૦ છે, પરંતુ આ દિવસે કોંકણમાં જવા માટે રૂ. ૧૫,૦૦૦ની ટિકિટ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત