શિવરાજપુર ફરવા જતાં પહેલા આટલું ધ્યાન રાખજો; નહિતર થશે ધરમધક્કો !
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખૂબ જ આકર્ષણ બનેલ શિવરાજપૂર બીચ (Shivrajpur beach) પર હવે પ્રવાસીઓ માટે થોડા સૂચનો છે કે જેના વિના હવે શિવરાજપુર બીચની મજા માણી શકાશે નહીં. કારણ કે હવે ટૂંક સમયમાં જ ચોમાસાની ઋતુનો આરંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આવા સમયે દરિયો તોફાની બનતો હોય છે અને આવા સમયે દરિયામાં નહાવા પડવું કે તરવું ઘણું જોખમી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા દ્વારા શિવરાજપુર બીચ પર આગામી તારીખ 4 જૂન 2024થી લઈને 2 ઓગષ્ટ 2024 સુધી દરિયામાં નહાવા પડવું અથવા તો સ્વિમિંગ કરવાઆ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં દરિયામાં તોફાન અને કરંટ જોવા મળે છે. આ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે હતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પવિત્ર દ્વારકાધામ નગરીમાં બુદ્ધ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે આજે બુદ્ધપૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો સંયોગ છે જેથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી, માછલીને લોટ, ગાયને ચરો, બાવા સાધુને દાન આપી પુણ્યાનુ ભાથું બાંધતા જોવા મળ્યા હતા. દૂરદૂરથી પધારેલા ભક્તો ધોમ ધખતા તાપમાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા..
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં કાયમી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહિયાં દર પૂનમના હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન પ્રવાસીઓ દ્વારકા સિવાય અન્ય આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. જેમાં શિવરાજપુર બીચ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.