મનોરંજન

હવે ઈશા ગુપ્તા કોની બની દિવાની?

મુંબઈઃ બિગ બોસ ઓટીટી-ટૂના વિનર એલ્વિશ યાદવ હવે છવાતો જાય છે. શો જીત્યા પછી એલ્વિશ યાદવ હવે એક યા બીજી રીતે લાઈમલાઈટમાં આવી રહ્યો છે. તાજેતરમાં એલ્વિશ અને ઉર્વશી રૌતેલા એક મ્યુઝિક વીડિયોમાં હમ તો દિવાનેમાં છવાઈ ગયો હતો. આ વીડિયોને કારણે એલ્વિશ યાદવે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધી હતું, પરંતુ હવે બોલીવુડની સેક્સી ગર્લ ઈશા ગુપ્તા સાથે નામ જોડાયું છે. ઈશા ગુપ્તા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યો છે.

એલ્વિશ યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલીવુડની અભિનેત્રી ઈશા ગુપ્તા સાથેના ગીત હમ તો દિવાનેમાં રોમાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં ઈશા ગુપ્તાએ ડીપનેક બ્લાઉઝ સાથે પીળા રંગની સાડીમાં જોવા મળે છે. બીજી બાજુ ઈશા ગુપ્તાના મેચિંગ કલરના આઉટફીટમાં એલ્વિશ ગુપ્તા જોવા મળે છે.

આ વીડિયોમાં ઈશા ગુપ્તા હોટ લાગે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ઈશા ગુપ્તા સાથે એલ્વિશ યાદવની કેમેસ્ટ્રી લોકોને ગમી છે. આ ગીત સાથે કોઈ ફિલ્મમાં કદાચ બંને સાથે જોવા મળી શકે છે. આ વીડિયો એલ્વિશ યાદવે શેર કરતા લખ્યું છે હમ તો દિવાને ગોઈંગ નેક્સ્ટ ગોઈંગ ટૂ નેક્સ્ટ લેવલ, જ્યારે તેના પર હજારો ચાહકોએ લાઈક કરવા સાથે લાઈક આપી છે.

હમ તો દિવાને ગીતની વાત કરીએ તો તેને ગાયક યાસર દેસાઈએ ગાયું છે, જેમાં એલ્વિશ અને ઉર્વશી રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો યુટ્યુબ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સતત ટ્રેન્ડમાં રહ્યો હતો. તેને હવે 17 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ગણતરી હજુ પણ ચાલુ છે. હાલમાં એલ્વિશ યાદવ મુંબઈમાં છે અને તેની કો-સ્ટાર ઉર્વશી રૌતેલા સાથે તેના મ્યુઝિક વીડિયોનું પ્રમોશન કર્યું હતું. બંનેના પ્રમોશન દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. તમારી જાણ ખાતર એલ્વિશ યાદવ કરતા પણ સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાનો જાદુ કંઈ કમ નથી. આશ્રમ વેબ સિરીઝથી લઈને સોશિયલ મીડિયા પર 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સૌથી વધુ તેના બોલ્ડ ફોટોગ્રાફથી ખાસ કરીને ચર્ચામાં રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button