આપણું ગુજરાત

વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો

વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશનના ક્વોટા ઘટાડવાનો વિવાદ વકર્યો છે. પરંતુ આ અંગે સામે આવીને કોઇ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપરાંત એઓસડી મારફતે ક્વોટા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના વિદ્યાર્થીઓ દ્વારા MSU સાથે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પ્લેટફોર્મના અમલીકરણને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ માટેનો 70 ટકા ક્વોટા ઘટાડીને 50 ટકા થવાની શક્યતા સામે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. મેનેજમેન્ટે કહ્યું કે તેણે ક્વોટા પર “કોઈ નિર્ણય લીધો નથી” કારણ કે ” નિર્ણય સરકારે કરવાનો છે”.

આ પણ વાંચો: વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ચકચાર

શુક્રવારે, ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન (AGSU) ના સભ્યોએ MSU હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ક્વોટા 70 ટકાથી વધારીને 90 ટકા કરવા અને ક્વોટા ઘટાડીને 50 ટકા કરવા માટે એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું.

AGSU ના પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, “યુનિવર્સિટી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 90 ટકા અને બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકાનો ક્વોટા રાખી શકે છે, પરંતુ જો તે બાહ્ય વિદ્યાર્થીઓને 50 ટકા ક્વોટા આપવાનું વિચારી રહી છે, તો તેનો મોટા પ્રમાણમાં વિરોધ થશે.”

આ પણ વાંચો: વડોદરામાં આરોપીએ રચ્યો ખૂની ખેલ : પૈસાની જરૂર હોવાથી કરી વૃદ્ધની હત્યા

સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પીઆરઓ પ્રોફેસર હિતેશ રવૈયાએ ​​જણાવ્યું હતું કે, “કોટાના મામલે MSU દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેની માહિતી જાહેરમાં આપવામાં આવશે.” 15 મેના રોજ રાજ્યના શિક્ષણ વિભાગે GCAS પોર્ટલ દ્વારા કોલેજમાં પ્રવેશ માટે નોંધણી શરૂ કરી છે.

યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે MSU મેનેજમેન્ટ ક્વોટા નક્કી કરવાના તેના અધિકારક્ષેત્ર અંગે રાજ્ય સરકારના “સૂચનોની રાહ જોઈ રઈ છે”. GCASની ગાઈડલાઈન્સ જણાવે છે કે પોર્ટલ દ્વારા યુનિવર્સિટીઓમાં અરજી કરનારા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના નિયમોનું પાલન કરશે.

MSU અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ક્વોટા નક્કી કરવાની યુનિવર્સિટીઓની સત્તા વિશે ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી નથી. એક અધિકારીએ કહ્યું: “MSUએ સ્થાનિક ક્વોટાને 70 થી ઘટાડીને 50 ટકા કરવાનો નિર્ણય લીધો છે તે સાચું નથી. અરાજકતા એટલા માટે છે કારણ કે રાજ્ય તરફથી કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી.”

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત