સ્પોર્ટસ

Hardik Pandyaના લગ્ન તૂટે તો Natashaને આટલી એલેમની દેવી પડે?

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય સારો ચાલી રહ્યો નથી. એક તરફ પૂરી થવા આવેલી IPL 2024માં કેપ્ટન અને ખેલાડી તરીકે કંઈ ખાસ કરી શક્યો ન હતો, ત્યારે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક IPL દરમિયાન કોઈપણ મેચમાં તેને ચિયર કરતી જોવા મળી ન હતી. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી નતાશા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાર્દિક સાથેની કોઈ તસવીર શેર કરી રહી નથી. આ તમામ બાબતોની વચ્ચે મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે બંને અલગ થઈ શકે છે અને જો આવું થાય તો હાર્દિક પંડ્યાએ તેની કમાણીનો 70 ટકા ભાગ નતાશાને આપવો પડશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને નતાશા ડિવોર્સ માટે તૈયાર! હવે આ અભિનેત્રીને જીવનસંગિની બનાવશે

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ હાલમાં 91 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યા દર મહિને 1.2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. હાર્દિકની આવકનો મુખ્ય સ્ત્રોત આઈપીએલ છે અને તે બીસીસીઆઈના વાર્ષિક કરારમાંથી પણ સારી કમાણી કરે છે અને તેને 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે હાર્દિક વર્ષ 2022માં ગુજરાતનો કેપ્ટન બન્યો ત્યારે તેને આ ફ્રેન્ચાઈઝીએ લગભગ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વર્ષ 2024માં જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો ત્યારે પણ તેને 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય હાર્દિક 55-60 લાખ રૂપિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાય છે.

આ પણ વાંચો: રોહિત અને હાર્દિક (Rohit-Hardik)ને મુંબઈ (MI) ઑક્શન માટે રિલીઝ કરી દેશે: સેહવાગ

હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે તેના માટે 30 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેની સાથે વડોદરામાં તેનું પેન્ટહાઉસ છે અને તેની કિંમત પણ કરોડોમાં છે પરંતુ નતાશાથી છૂટાછેડા બાદ પંડ્યાની હાલત વધુ બગડી શકે છે. પંડ્યા અને નતાશા લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી અને બંનેએ છેલ્લે 14 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જો કે આ પછી બંને એક ફેમિલી ફંક્શનના વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. નતાશાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. ત્યારબાદ તેમના છૂટ્ટા પડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આમ થાય તો એલેમની તરીકે હાર્દિકે મોટી રકમ પત્નીને આપવી પડશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button