મનોરંજન

Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, ભારતની મોટી સિદ્ધિ

કાન્સ: પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Canes Film Festival)માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતીને અનસૂયા સેનગુપ્તા(Anasuya Sengupta)એ ઈતિહાસ રચ્યો છે, આ એવોર્ડ જીતનારીએ પ્રથમ ભારતીય બની છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ શેમલેસ'(The Shameless)માં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે તેને આ સન્માન આપવામાં આવ્યું છે.

શેમલેસ ફિલ્મ એક સેક્સ વર્કરની વાર્તા પર આધારિત છે જે દિલ્હીમાં એક પોલીસકર્મીને છરી મારીને ભાગી જાય છે, ફિલ્માં જીવન ટકાવી રાખવાના તેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.

અનસૂયાને આ એવોર્ડ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટેન રિગાર્ડ સેગમેન્ટ(Un Certain Regard segment)માં મળ્યો. આ સેગમેન્ટમાં વિશ્વભરની યુનિક અને ઓરીજનલ વાર્તાઓ ધરવતી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે. અનસૂયાને આ એવોર્ડ મળવોએ ભારતીય સિનેમા માટે એક મહત્વપૂર્ણ છે.

અનસૂયાએ આ એવોર્ડ ક્વિર અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, જેઓ માનવીય અધિકારો અને પ્રતિષ્ઠા માટેની હિંમતભેર લડાઈ લડી રહ્યા છે તેમને આ સમર્પિત કર્યો હતો. અનસુયાએ તેના સ્પીચમાં જણાવ્યું હતું કે સમાનતા અને સ્વાભિમાન માટે લડવા માટે કોઈએ કોઈ ચોક્કસ સમુદાયમાંથી હોવું જરૂરી નથી. તેણે તમામ મનુષ્યો માટે સહાનુભૂતિ અને સમર્થનની જરૂરિયાત ભાર ભાર મુક્યો હતો.

એક્ટિંગ ઉપરાંત, અનસૂયા મુંબઈમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે તેના કામ માટે જાણીતી છે. તે હાલમાં ગોવામાં રહે છે અને લોકપ્રિય નેટફ્લિક્સ શો ‘મસાબા મસાબા’ના સેટ ડિઝાઇનમાં યોગદાન આપ્યું છે. મૂળ કોલકાતાની, અનસૂયાએ જાદવપુર યુનિવર્સિટીમાં તેનું શિક્ષણ મેળવ્યું.

કેન્સ અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટે આ વર્ષે અન્ય નોંધપાત્ર ફિલ્મોને બિરદાવી હતી. ચીની ફિલ્મ મેકર હુ ગુઆનની ‘બ્લેક ડોગ’ને પ્રિકસ અન સર્ટેન રીગાર્ડ આપવામાં આવ્યું હતું અને બોરીસ લોજકીનની ‘ધ સ્ટોરી ઓફ સોલેમાને’ને જ્યુરી પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર રોબર્ટો મિનરવિને ‘ધ ડેમ્ડ’ માટે અને રુંગાનો ન્યોનીને “ઓન બિકમિંગ અ ગિની ફાઉલ” માટે આપવામાં આવ્યો હતો. પરફોર્મન્સ એવોર્ડ્સ અનસૂયા સેનગુપ્તાને ‘ધ શેમલેસ’ માટે અને અબુ સંગારેને ‘ધ સ્ટોરી ઑફ સોલેમાને’ માટે આપવામાં આવ્યા હતા. યુવા પુરસ્કાર, પ્રિક્સ ડી લા જેયુનેસને “હોલી કાઉ!” માટે આપવામાં આવ્યું. તૌફિક અલ-હકીમને “નોરાહ” નો સ્પેશીયલ મેન્શન આપવામાં આવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button