નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બંગાળમાં EVM પર BJPનો ટેગ જોવા મળ્યો! TMCના આરોપ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી

કોલકાતા: આજે લોકસભા ચૂંટણી 2024(Loksabha election)માટે છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, એવામાં તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ(West Bengal)ના બાંકુરા જિલ્લામાં એક મતદાન મથક પર EVM મશીન પર ભાજપનો ટેગ(BJP Tag) લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી TMCએ આ આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે આ પોસ્ટ પર કમેન્ટ કરી સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: પૂર્વ ન્યાયાધીશ ગંગોપાધ્યાયના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે બંગાળમાં રાજકીય વિવાદ, TMC પહોંચી EC પાસે

EVMની બે તસવીરો સાથે TMCએ X પર પોસ્ટ કર્યું કે, “મમતા બેનર્જીએ વારંવાર ચેતવણી આપી છે કે ભાજપ EVM સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અને આજે, બાંકુરામાં રઘુનાથપુરમાં ભાજપના ટેગવાળા 5 ઈવીએમ મળી આવ્યા હતા. ચૂંટણી પંચે તરત જ તેની તપાસ કરવી જોઈએ અને સુધારાત્મક પગલાં લેવા જોઈએ.”

આ આરોપના જવાબમાં, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, “કમિશનિંગ વખતે, કોમન એડ્રેસ ટેગ ટેગ પર ઉમેદવારો અને હાજર તેમના એજન્ટો દ્વારા સહી કરવામાં આવી હતી અને તે સમયે માત્ર ભાજપના ઉમેદવારના પ્રતિનિધિ જ કમિશનિંગ હોલમાં હાજર હતા, તેથી કમિશનિંગ દરમિયાન EVM અને VVPAT પર તેમની સહી લેવામાં આવી હતી.”

ચૂંટણી પંચે ઉમેર્યું “જોકે, મતદાન મથક નંબર 56,58, 60, 61,62 માં હાજર તમામ એજન્ટોની સહી મતદાન દરમિયાન મેળવવામાં આવી હતી. કમિશનિંગ દરમિયાન તમામ ECI ધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું તે સંપૂર્ણપણે CCTV કવરેજ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી.”

આ પણ વાંચો: પ. બંગાળમાં મમતા બેનરજીની TMCને સખત ટક્કર આપી રહી છે ……

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં આજે પશ્ચિમ બંગાળની આઠ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ગત વખતે ભાજપે 18 બેઠકો જીતી હતી, પાર્ટી આ વખતે સ્કોર વધારવાની તૈયારીમાં છે. બીજી તરફ તૃણમૂલ 2019ની ચૂંટણીમાં ગુમાવેલી કેટલીક બેઠકો પાછી મેળવવા મક્કમ છે. ત્યાર 4 થી જુનના રોજ પરિણામ આવતાની સાથે ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button