સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચના નામને મંજુરી મળી, 10 હજાર રન બનાવનાર આ દિગ્ગજ ખેલાડીને સોંપવામાં આવી છે જવાબદારી?

મુંબઇઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમને જુલાઈમાં નવો મુખ્ય કોચ મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
આ યાદીમાં અનેક વિદેશી અને ભારતીય દિગ્ગજોના નામ આગળ આવી રહ્યા છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત માટે 10 હજાર રન અને 20 સદી ફટકારનાર ખેલાડીને મુખ્ય કોચ તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગયા મહિને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. જેમાં ઘણા વિદેશી ખેલાડીઓએ પણ રસ દાખવ્યો હતો. જોકે, બોર્ડ સેક્રેટરી જય શાહે હાલમાં જ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઇ એવા વ્યક્તિને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં રસ ધરાવે છે જેને સ્થાનિક ક્રિકેટનો અનુભવ હોય અને જે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે ખુલ્લેઆમ ભળી શકે. આના પરથી જ એક વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે બોર્ડ વિદેશી નહીં પણ સ્થાનિક કોચની શોધમાં છે.

આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની રેસમાં ગૌતમ ગંભીર સૌથી આગળ છે.

ગૌતમ ગંભીરની વાત કરીએ તો તેઓ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ છે. તેમને ભારત અને વિદેશમાં રમવાનો પૂરો અનુભવ છે. 2011 અને 2007માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં તેઓ સામેલ હતા. હાલમાં તેઓ IPLમાં KKRના મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે ને બધાને જાણ છે કે KKRની ટીમ IPLમાં ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે.

ટીમ ઈન્ડિયા માટે 10 હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં તેના નામને મંજૂરી આપી શકે છે. હાલમાં આ મામલે બોર્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button