વેપાર

આયાતી તેલમાં મિશ્ર વલણ, સિંગતેલમાં વધુ ₹ ૧૦ની પીછેહઠ

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૯ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં આઠ રિંગિટ ઘટી આવ્યાના અહેવાલ ઉપરાંત આખર તારીખોને કારણે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો અત્યંત પાંખાં રહ્યા હતા. આજે આયાતી તેલમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જેમાં ૧૦ કિલોદીઠ સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો અને આરબીડી પામોલિનમાં રૂ. ચારનો ઘટાડો તથા ક્રૂડ પામતેલમાં રૂ. પાંચનો સુધારો આવ્યો હતો.

આજે નિરસ માગને કારણે સિંગતેલના ભાવ વધુ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા અને અન્ય દેશી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં રિલાયન્સ રિટેલના રૂ. ૯૧૦ અને ગોલ્ડન એગ્રીના મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૯૦૦, જેએનપીટીથી ડિલિવરી શરતે રૂ. ૯૧૦ અને કંડલાથી ૯૦૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૯૦૫ અને સન રિફાઈન્ડના રૂ. ૯૬૦ તથા લિબર્ટીનાં સન રિફાઈન્ડના રૂ. ૯૭૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ રહ્યો હતો. હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૯૬, ક્રૂડ પામતેલના રૂ. ૮૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૪૫થી ૯૫૦, સોયા ડિગમના રૂ. ૯૧૦, સન રિફાઈન્ડના રૂ. ૯૪૫, સન ક્રૂડના રૂ. ૮૮૫, સિંગતેલના રૂ. ૧૫૧૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૫ અને સરસવના રૂ. ૧૧૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૫થી ૯૩૦માં અને રૂ. ૧૪૫૦થી ૧૪૬૦માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૪૦માં થયા હતા. મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયા સીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૫૦૦થી ૪૭૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૭૨૫થી ૪૮૦માં થયા, જ્યારે ઈન્દોર ખાતે સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૨થી ૯૫૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાજસ્થાનના મથકો પર સરસવની ૪.૨૫ લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૨૦૦થી ૬૨૨૫માં થયા હતા. આ સિવાય એક્સપેલર અને કચ્ચીઘાણીના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૭૮૫માં અને ૧૧૮૮માં તથા સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૮૯૦થી ૨૯૦૦માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button