મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રીને જેલમાં જવાની આવી નોબત, સલમાન ખાન સાથે કરી હતી કરિઅરની શરૂઆત

બોલીવુડમાં કેટરિના કૈફની હમશકલ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ ઝરીન ખાનને એક વર્ષોજૂના છેતરપિંડીના કેસમાં જેલની હવા ખાવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. લાંબા સમયથી ઝરીન રૂપેરી પડદાથી દૂર છે. જો કે સોશિયલ મીડિયામાં તે ખાસ્સી એક્ટિવ રહે છે. કોલકાતાની કોર્ટે ઝરીન સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે. વર્ષ 2016માં કોલકાતાના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો.

કોલકાતાની સિઆલદાહ કોર્ટના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ઝરીન વિરુદ્ધ ચાર્જશીટ સબમીટ કરી છે. જેમાં કહેવાયું છે કે ઝરીને ન તો જામીન અરજી કરી છે ન તો તે કોર્ટ સામે હાજર થઇ છે. કેસની પૂછપરછ માટે કોર્ટ સામે હાજર ન થતા ઝરીન સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યા મુજબ, વર્ષ 2016માં ઝરીન ખાન કોલકાતામાં એક દુર્ગાપૂજા ફંક્શનમાં ઉપસ્થિત રહેવાની હતી પરંતુ તે કોઇ કારણોસર ઇવેન્ટમાં હાજર ન રહી શકી. તેણે છેલ્લી ઘડીએ આયોજકોને કફોડી સ્થિતિમાં મુક્યા હતા. જ્યારે ઝરીન ઇવેન્ટમાં ન પહોંચી ત્યારે ઇવેન્ટના આયોજકો એ તેના વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ઝરીન અને તેના મેનેજરને કલમ 41A હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ પછી ઇન્વેસ્ટીગેશન ઓફિસર સામે ઝરીન હાજર થઇ તે સમયે તેણે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે આયોજકોએ તેને મિસગાઇડ કરી. તેને આયોજકોએ કહ્યું હતું કે ઇવેન્ટમાં સીએમ મમતા બેનરજી તેમજ નેતાઓ પણ હશે પરંતુ ઇવેન્ટમાં લોકલ પબ્લિક જ હતી. ઉપરાંત ફ્લાઇટ ટિકીટ્સ અને રહેવાની વ્યવસ્થા મુદ્દે પણ ઝરીન અને ઇવેન્ટ આયોજકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે અંગે ઝરીને પોતે લોકલ કોર્ટમાં કેસ દાખલ કરેલો છે.

જો કે મીડિયા અહેવાલોને તેણે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વાતમાં બિલકુલ દમ નથી. મીડિયા દ્વારા જ મને આ વાતની ખબર પડી ત્યારે મને ખુદને શોકિંગ લાગ્યું હતું. હું મારા વકીલને વાત કરી રહી છું તેમ અભિનેત્રીએ જણાવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button