વીક એન્ડ

નોર્ડબાદ – બોરકુમમાં દરેક દિશામાં જલસા…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

બોરકુમના નોર્ડબાદ બીચ પર પતંગ ઉડાડવામાં જે ભીડ જામી હતી એ જોયા પછી ત્ોન્ો ઓછું જાણીતું ડેસ્ટિન્ોશન કઈ રીત્ો કહેવું ત્ો પ્રશ્ર્ન થયા વિના ન રહે. બોરકુમમાં નોર્થ સી સાથે જોડાયેલા દરેક પ્રતીકની હાજરી હતી. એક રહસ્યમય લાઇટહાઉસ શહેરના અલગ કિનારેથી ડોકિયું કાઢી રહૃાું હતું. ‘સ્ટ્રાન્ડકોર્બ તરીકે ઓળખાતી નોર્થ સીની ન્ોતરની ભવ્ય બીચ ચેર પણ ત્યાં મોટી સંખ્યામાં હાજર હતી. માથા પર છત અન્ો સ્ાૂવા માટે એકસ્ટેન્શન સાથે આ બીચ ચેર કોઈ નાનકડી ઝૂંપડી જેવી લાગ્ો. યુરોપમાં આ એક્સપ્ોન્સિવ ચેરન્ો પ્રાઇવેટ ગાર્ડનોમાં પણ રાખવાનો ટ્રેન્ડ છે. જોકે નોર્થ સીના બીચ પર તો આ ચેર રાખવી જરૂરી હશે કારણ કે ત્યાં સતત ચાલતી તીવ્ર હવામાં બીચનો આનંદ લેવા માટે ઓપન ચેર ન ચાલે.

આ ચેરનો ઇતિહાસ પણ ટિપિકલ જર્મન જ છે. ૧૮૦૦ની સદીમાં એક બાસ્કેટમેકરે એક ઉમરાવની ચેલેન્જ પર આ પ્રકારની બીચ ચેર પહેલી વાર બનાવી હતી. ઉમરાવન્ો ઘણી બીમારીઓ હતી, છતાંય ત્ોમન્ો બીચ પર તો રહેવું જ હતું. તડકા અન્ો હવાથી બચીન્ો કવર થઈન્ો બ્ોસી શકાય ત્ોવી બ્ોઠક માટે ત્ોમણે શોધ ચલાવેલી. રોસ્ટોક ગામના બાસ્કેટમેકર વિલ્હેલ્મ બાર્ટેલમાન્ો ન્ોતરમાંથી આ ચેર બનાવી પછી ત્ો જાણે ત્ો સમયમાં તો સ્ોલિબ્રિટી જ બની ગયો હોવો જોઈએ. આજે પણ એ જ પ્રકારની બીચ ચેર અત્યંત મોંઘી પણ લોકપ્રિય આઇટમ બની ચૂકી છે. અમે આવી એક બીચ ચેર ભાડે કરી. જરૂર તો બ્ોની હતી, પણ હવે એવો સમય આવી ગયો હતો કે બ્ો જણાન્ો બીચ પર બ્ોસવું હતું, બાકીનાં બ્ોન્ો લાઇટહાઉસ તરફ હાઇક કરવી હતી અન્ો એક્ધો બીચ કાફે પર બ્ોસીન્ો કોફી પીવી હતી. એવામાં ઓછા સમયમાં બધાં પોતાના મનની ઇચ્છા પ્ાૂરી કરવા અલગ અલગ દિશામાં નીકળી પડ્યાં. મારે તો આ ત્રણેય પ્રવૃત્તિઓ કરવી હતી. એમાં થોડી વાર ચેરમાં બ્ોસીન્ો મેં લાઇટહાઉસ તરફ દોડ લગાવી.

બોરકુમ ગ્રેટ લાઇટ તરીકે ઓળખાતું આ લાઇટહાઉસ પારંપરિક ડિઝાઇનનું બન્ોલું છે. વળી ઇંટોના બન્ોલા લાઇટહાઉસમાં ત્ો સૌથી ઊંચું પણ છે. લાઇટહાઉસના બીચ પરથી તો સુંદર વ્યુ મળી જ જાય છે. અમુક હિસ્સામાં શહેરની ગલીથી દેખાતો લાઇટ હાઉસનો વ્યુ ખરેખર અનોખો લાગ્યો હતો. મેં એ જ દૃશ્યનું એક સ્કેચ પણ ખરીદ્યું. રાત્રે આ એક્ટિવ લાઇટહાઉસ જોવાની અલગ જ મજા આવતી હોવી જોઇએ. એમ્ડેન અન્ો એમ્સ ગામો માટે આ લાઇટહાઉસ ડે માર્ક પણ છે, કારણ કે ત્ોન્ો દિવસમાં પણ દૂરથી જોઈ શકાય છે. લાઇટહાઉસની પોતાની પણ અલગ હિસ્ટ્રી છે. ત્ો પહેલી વાર ૧૮૧૭માં બન્ોલું. પછી ત્યાં ૧૮૭૯માં આગ લાગી હતી. ટાપુ પર લાઇટહાઉસ વિના ચાલે ત્ોવું જ ન હતું. એવામાં માત્ર છ મહિનામાં ત્ોનું આજનું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું હતું. જો કે આજે બોરકુમમાં લાલ અન્ો સફેદ રંગનું ઇલેક્ટ્રોનિક લાઇટહાઉસ પણ છે, અન્ો ત્ોના ફોટા વધુ સારા આવે છે.

લાઇટહાઉસ પર ઉપર ચઢવામાં જરા મહેનત છે પણ ત્યાંથી દેખાતા વ્યુ માટે એ મહેનત લેખે લાગ્ો ત્ોવી છે. ધારો તો આ બ્ો લાઇટહાઉસ વચ્ચે આખો દિવસ વિતાવી શકાય, પણ અમારા માટે આ માત્ર એક કલાકની મજા હતી. જોકે બોરકુમમાં જે જલસા થઈ રહૃાા હતા, ત્ો પછી નક્કી હતું જ કે અહીં ફરી અમે ગમે ત્યારે ડ્રાઇવ કરીન્ો ફેરી લઈન્ો આવી પહોંચીશું. બોરકુમમાં ટાપુનો ઇતિહાસ જાણે એમનો એમ જળવાઈ રહૃાો હોય ત્ોવું લાગ્ો છે. અહીંથી અમે ટાપુના સૌથી જૂના ઘર તરફ નીકળ્યાં. ઓલ્ડ ટાઉન સ્ોન્ટરમાં વિઝનવેગ પર લાલ પથ્થરોનું બન્ોલું એક જુનવાણી ઘર જોઈન્ો ત્ો ચારસો વર્ષ જૂનું હશે ત્ો કહી શકાય ત્ોમ નથી. આ ઘર છેક ૧૭૧૩થી બોરકુમમાં રજિસ્ટર થયેલું છે. કાયદેસર જોવા જાઓ તો આ બોરકુમમાં રજિસ્ટર થયેલું પહેલું અન્ો સૌથી જૂનું ઘર છે.

એક વાત નક્કી હતી, બોરકુમ પર વેકેશન રિલેર્ક્સિંગ બનાવવા માટે મક્કમ મન્ો બ્ોસી જાઓ તો જ શક્ય બન્ો. બાકી અહીં આ હાઇક, પ્ોલો વ્યુ, પ્ોલું કાફે જોવા માટે દોડાદોડીમાં જ સમય વીતી જાય છે. અમે ત્ો દિવસનો મોટા ભાગનો સમય નોર્ડબાદ બીચ પર વિતાવેલો, ત્ો ઉપરાંત ત્યાં બીજા ત્રણ બીચ છે. સાઉથ બીચ, ન્યુડિસ્ટ બીચ અન્ો યુથ બીચ. અમારી પાસ્ો બીજા બ્ો બીચન્ો પ્ાૂરતો ન્યાય આપી શકાય એટલો સમય ન હતો. ત્ોમાં નોર્થ બીચ બાકીના કરતાં વધુ લોકપ્રિય હોવાનાં ઘણાં કારણો છે, અન્ો સૌથી મોટું કારણ છે ત્યાંની સીલ પોપ્યુલેશન. બીચના એક ખૂણે સીલનું એક ઝુંડ પડ્યું પડ્યું ટાઇમ પાસ કરતું હતું અન્ો લોકો ત્ોમની સાથે ફોટા પડાવ્યે જતાં હતાં. આમ પણ સીલ ઘણી મળતાવડી અન્ો મજાની હોય છે. ત્ો વચ્ચે વચ્ચે એકબીજા સાથે પણ ઘણી મજાક કર્યે જતી હોય અન્ો વચ્ચે વચ્ચે એક બીજાન્ો તાળીઓ પણ આપતી હોય ત્ોવું લાગતું હતું.

બોરકુમનાં સ્પા અન્ો રિલેર્ક્સિંગ ટ્રિટમેન્ટ્સ પણ ઘણાં લોકપ્રિય છે, પણ ત્ો સમયે અમે ત્ોમાં ભાગ લઈ શકવાનાં ન હતાં. ત્યાંની ઇસ્ટ-ફ્રિઝિયન ટીનું ટ્રેડિશન પણ ઘણું વખણાય છે. મજાની વાત એ છે કે ન બ્રિટન પોતાની ટી બનાવે છે, ન બોરકુમ, પણ સાઉથ એશિયાથી આવલી ટી અહીંનાં લોકો સદીઓથી કઈ રીત્ો પીવે છે ત્ોન્ો ટ્રેડિશન બનાવી દીધું છે. હવે બધે બધું જ ઓરિજિનલ તો ન હોય. બાકી બોરકુમ છોડતા પહેલાં ત્યાંની લોકલ માર્કેટથી એક ભરચક ફિશ રેસ્ટોરાંમાં ત્યાંની લોકલ ડેલિકસીની મજા લીધી. ત્ોના માટે પણ લાઇનમાં ઊભાં રહેવું પડ્યું. ખરેખર આ ટાપુમાં ઓફ સિઝનમાં આવી ભીડ હતી, અન્ો અહીં હજી માત્ર જર્મન ટૂરિસ્ટ જ આવે છે, તો બાકીની દુનિયા આવશે ત્યારે શું થશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો