વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
પક્ષઘાત જોડું
પગરખું અવદશા
પગાર લકવો
પજવણી દરમાયો
પડતી હેરાનગતિ

ઓળખાણ પડી?
૨૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતો ‘લાલબાગ બોટનિકલ ગાર્ડન’ ભારતના કયા રાજ્યમાં છે એ જણાવો. અહીં ૧૦૦૦થી વધુ જાતિનાં ફૂલ જોવા મળે છે.
અ) રાજસ્થાન બ) મહારાષ્ટ્ર ક) કર્ણાટક ડ) આસામ

ગુજરાત મોરી મોરી રે
શ્રેષ્ઠ શિક્ષણ અને સંશોધનની અમાપ સગવડ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં છે એ કહી શકશો?
અ) જૂનાગઢ બ) અમદાવાદ ક) ભાવનગર ડ) કચ્છ

જાણવા જેવું
હૃદય, દિલ, હૈયું, કાળજું કે અંત:કરણ તરીકે પણ ઓળખાય છે. મનના કોમળ ભાવ જેવા કે લાગણી, પ્રેમ, દયા, સમભાવ વગેરે અહીં જ જન્મે છે. હૃદયને કમળના આકાર સાથે પણ સરખાવવામાં આવ્યું છે. પહાડ જેવા દુ:ખનો ભાર સહન કરી શકતા હૃદયનું વજન પુરુષમાં ૧૦થી ૧૨ ઔંસ ને સ્ત્રીઓમાં ૮ થી ૧૦ ઔંસ હોય છે.

ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારના દર્દ – પીડા થતા હોય છે. આધાશીશી નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના ક્યા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ) ગળું
બ) અન્નનળી
ક) આંખ
ડ) માથું

નોંધી રાખો
ભગવાનથી ડરવાને બદલે ખોટાં કર્મોથી ડરવું જોઈએ, કારણ કે પ્રભુની નજર આપણાં કર્મો પર હોય છે અને કર્મના ફળ દરેકે ભોગવવા જ પડે છે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Ecology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વરસાદ બ) જમીન
ક) ધરતીકંપ ડ) પર્યાવરણ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચીરવું ફાડવું
ચીવટ કાળજી
ચીંધવું દેખાડવું
ચીર વસ્ત્ર
ચીમટી ચૂંટી

ગુજરાત મોરી મોરી રે
વડોદરા

ઓળખાણ પડી
માર્ટિન લ્યુથર કિંગ

માઈન્ડ ગેમ
જંતુ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી
(૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મૈઠિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી
બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૩૨) પુષ્પા પટેલ (૩૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૪) મનીષા શેઠ (૩૫) ફાલ્ગુની શેઠ (૩૬) હર્ષા મહેતા (૩૭) મીનળ કાપડિયા (૩૮) મહેશ દોશી (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) દિલીપ પરીખ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) મહેશ સંઘવી (૪૪) અલકા વાણી
(૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) અંજુ ટોલિયા (૫૦) ભાવના કર્વે (૫૧) રજનીકાંત પટવા (૫૨) સુનીતા પટવા (૫૩) અરવિંદ કામદાર (૫૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૫) તાહેર ઔરંગાબાદવાલા (૫૬) શીરીન ઔરંગાબાદવાલા (૫૭) અબદુલ્લા એફ.
મુનીમ (૫૮) નયના ગિરીશ મિસ્ત્રી (૫૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૬૦) નંદકિશોર સંજાણવાળા (૬૧) કિશોર બી. સંઘરાજકા (૬૨) જગદીશ ઠક્કર (૬૩) નીતિન બજરિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button