Rameshwaram Cafe Blastમાં લશ્કર-એ તૈયબાનું કનેક્શન, વધુ એક આરોપી પકડાયો
બેંગલુરુઃ રામેશ્વવર કેફે બ્લાસ્ટ (Rameshwaram Cafe Blast) કેસમાં લશ્કર-એ તૈયબાનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ચાર રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની ઓળખ લશ્કર-એ તૈયબાના (LET) આતંકવાદી તરીકે કરી છે.
આ મુદ્દે એનઆઈએના અધિકારીએ કહ્યું હતું કે રામેશ્વરમ કૈફે બ્લાસ્ટ કેસમાં ચાર રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવ્યા પછી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ શોએબ અહેમદ મિરઝા (ઉર્ફે છોટુ, વર્ષ 35) તરીકે કરવામાં આવી છે તે કર્ણાટકના હુબલીનો રહેવાસી છે. અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી પાંચમો છે, જે પહેલાથી જ એલઈટી આતંકવાદી ષડયંત્રના કેસમાં દોષિત છે.
શોએબ અહેમદ ઉર્ફે છોટુ લશ્કર એ તૈયબાના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે મિરઝા પહેલા જેલમાં હતો તથા જેલમાંથી છૂટ્યા પછી લશ્કર-એ તૈયબાના વધુ એક ષડયંત્રનો ભાગ બન્યો હતો. 2018માં અબ્દુલ મથીન તાહાને એક ઓનલાઈન હેન્ડલરને મળાવ્યો હતો, જે વિદેશમાં હોવાની શંકા છે. અહમદે વચ્ચે એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન માટે ઈમેલ-આઈડી પણ આપ્યું હતું.
અહીં એ જણાવવાનું કે બેંગલુરુના બ્રુકફિલ્ડમાં આઈપીએલ રોડ પરના રામેશ્વર કૈફેમાં ઈમ્પ્રુવાઈઝડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બ્લાસ્ટ થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.