નેશનલ

Keralaમાં ભારે વરસાદઃ 3 જિલ્લામાં Orange Alert

તિરુવનંતપુરમઃ કેરળ (Kerala heavy rain)માં ભારે વરસાદ ચાલુ છે. રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે અને કોચી અને થ્રિસુર સહિતના મુખ્ય શહેરોમાં શુક્રવારે પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ પથાનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

નોંધનીય છે કે રેડ એલર્ટ ૨૪ કલાકમાં ૨૦ સેમીથી વધુનો ભારે વરસાદ સૂચવે છે, જ્યારે ઓરેન્જ એલર્ટ ૧૧ સેમી અને ૨૦ સેમી વચ્ચે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે. જ્યારે છ સેન્ટિમીટરથી ૧૧ સેન્ટિમીટર વચ્ચે ભારે વરસાદની શક્યતા હોય ત્યારે યલો એલર્ટ જારી કરવામાં આવે છે.

આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદઃ સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો સક્રિય કર્યા

રાજ્યના મહેસૂલ મંત્રી કે. રાજને મીડિયા સમક્ષ કહ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ સેમીથી વધુ વરસાદ પડ્યો છે. કોઝિકોડ જિલ્લાના કુન્નમંગલમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૬.૨ મીમી વરસાદ નોંધાયો છે. અલપ્પુઝા જિલ્લાના ચેરથલામાં ૨૧૫ મીમી, કોટ્ટાયમ જિલ્લાના કુમારકોમ અને કોઝીકોડ જીલ્લાના થામરાસેરીમાં અનુક્રમે ૨૦૩ મીમી અને ૨૦૦.૭ મીમી વરસાદ નોંધાયો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સ્થાનિક સત્તાવાળાઓ, ફાયર ફોર્સ, પોલીસ અને મહેસૂલ વિભાગ કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. હાલમાં બે એનડીઆરએફ ટીમો રાજ્યમાં છે. તાજેતરમાં રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી વૃક્ષો ધરાશાયી થવા, માર્ગ અવરોધ અને નાના ભૂસ્ખલનના સમાચારો સામે આવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં આઠ રાહત શિબિરોમાં ૨૨૩ લોકોને રાખવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button