ઇન્ટરનેશનલ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થશે?: ગ્લોબલ મીડિયા હાઉસના દાવાથી ખળભળાટ

કિવ-મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત નજીકમાં હોવાનું જણાઈ રહ્યું છે. આ મુદ્દે રશિયન રાષ્ટ્રપતિએ અમુક શરતો સાથે યુક્રેન સામે યુદ્ધ રોકવા માટે તૈયારી દાખવી હોવાનો વિદેશી મીડિયાના અહેવાલમાં દાવો કર્યો છે.

વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે એના અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધ ચાલુ છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા માટે તૈયાર હોવાના અહેવાલ છે. આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસે એકસાથે ચાર સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામે યુદ્ધ રોકવા માટે તૈયાર હોવાનું કહેવાય છે. આમ છતાં એમાં શરત એ પણ છે કે યુદ્ધવિરામ પછી યુક્રેન અને પશ્ચિમના રાષ્ટ્રોએ કોઈ પ્રતિક્રિયા નહીં આપે તો..


રશિયન રાષ્ટ્રપતિના પક્ષના પરિચિત ત્રણ સૂત્રોએ કહ્યું હતું કે અનુભવી રશિયન નેતાઓના સલાહકારના ગ્રુપે કહ્યું હતું કે જેલેન્સ્કીની સાથે ચર્ચા-વિચારણા કરવામાં અવરોધ માટે ખાસ તો પશ્ચિમના રાષ્ટ્રોના હાથ હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : Moscow Terrorist Attack: રશિયાના FSBના વડાનો દાવો, આંતકવાદી હુમલામાં અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ

દરમિયાન પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું હતું કે ક્રેમલિન પ્રમુખને વારંવાર અનુરોધ કરવામાં આવ્યો છે કે રશિયા પોતાના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે વાતચીત માટે તૈયાર છે. રશિયા પણ યુદ્ધ ઈચ્છતું નથી. બીજી બાજુ યુક્રેનના વિદેશ અને સંરક્ષણ મંત્રાલય તરફથી આ મુદ્દે પ્રતિક્રિયા મળી નહોતી. રશિયા હવે લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવા ઈચ્છતું નથી. માર્ચ મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છ વર્ષ માટે ચૂંટાયા હતા. હવે રશિયા યુદ્ધને વધારે લાંબુ ખેંચવા માગતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button