વ્યક્તિએ Noodlesને મૂકી Microscopeની નીચે અને જે જોવા મળ્યું એ જોઈને તો… વીડિયો થયો વાઈરલ…

ભારત જ નહીં પણ વિદેશમાં પણ નૂડલ્સ (Noodles) ખાનારાઓની કમી નથી અને ખૂબ જ પ્રેમથી નૂડલ્સ ખાનારાઓ તમને દુનિયાના કોઈ પણ ખુણે મળી જ જશે. આપણે પણ ઘણી વખત ખાવાનું બનાવવાનો કંટાળો આવે તો બે મિનિટમાં નૂડલ્સ બનાવીને ખાઈ લેતાં હોઈએ છીએ. પણ આજે અમે તમને નૂડલ્સ વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને કદાચ તમે આજથી જ નૂડલ્સ ખાવાનું બંધ કરી દેશો…
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નૂડલ્સને માઈક્રોસ્કોપ (Noodles Under Microscope)ની નીચે મૂકતાં જ જે દ્રશ્ય જોવા મળ્યું છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ નૂડલ્સને માઈક્રોસ્કોપની નીચે મૂકે છે અને તેના પર નાના નાના કીડાઓ ફરતાં જોવા મળે છે.
સોશિયલ મીડિયા એક્સ પર @cooltechtipz નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ નૂડલ્સની એક કોઈલને માઈક્રોસ્કોપની નીચે મૂકે છે અને જુએ છે તો તેના પર કીડા ફરતાં જોવા મળ્યા હતા. આ કીડા એટલા બધા સુક્ષ્મ હતા કે તે નરી આંખે જોઈ શકાતા નહોતા અને તેને જોવા માટે માઈક્રો સ્ક્રોપની જ મદદ લેવી પડે એમ હતી. જોકે, આ વીડિયો ક્યાંનો છે એ તો જાણી શકાયું નહોતું.
આ પણ વાંચો : Swati Maliwal મારપીટ કેસમાં વિભવ કુમારને 28મી સુધી કસ્ટડી
પરંતુ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી તેને 19 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને તેના પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જ્યારે નૂડલ્સને ઉકાળવામાં આવતી હશે ત્યારે આ કીડા મરી જતાં હશે તો બીજા એક યુઝરે લખ્યું હતું કે આ જોયા બાદ પણ લોકો નૂડલ્સ તો ખાશે જ. ત્રીજા યુઝરે લખ્યું હતું કે આ વીડિયો જોયા બાદ હવે ડર લાગી રહ્યો છે. આ બધા વચ્ચે કેટલાક લોકો આ વીડિયોને ફેક પણ કહી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…