કેજરીવાલનો CM પદેથી રાજીનામાનો ઈન્કાર, ‘મોદીના આગલા ટાર્ગેટ મમતા અને પિનારાઈ વિજયન હશે’
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વ્યુમાં વિવિધ મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોના બેબાકીથી જવાબ આપ્યા હતા અને ભાજપ પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપશે તો આગામી નિશાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન હશે.
જ્યારે ઈન્ડિયા ટુડેના એક્ઝિક્યુટિવ એડિટર પ્રીતિ ચૌધરીએ પૂછ્યું કે તમે એવું કેમ કહ્યું કે હવે પીએમ મોદી નહીં પણ અમિત શાહ વડાપ્રધાન બનશે? તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે જવાબ આપ્યો કે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો. અમિત શાહે પોતે 2019માં કહ્યું હતું કે તેઓ 75 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિવૃત્ત કરી રહ્યાં છે.
2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે પોતે નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષ પછી ભાજપ સંગઠન કે સરકારમાં કોઈને કોઈ પદ આપવામાં આવશે નહીં. આ જ નિર્ણય હેઠળ અડવાણીજી, મુરલી મનોહર જોશી, યશવંત સિંહાને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. ન જાણે કેટલાય લોકોની ટિકિટ કાપવામાં આવી હતી. દેખીતી રીતે, તેમણે જે પણ નિયમ બનાવ્યો, તે ચોક્કસપણે તે પોતાના પર લાગુ કરશે જ.
તેમની અંદર એક ભયંકર સક્સેશન વોર ચાલી રહ્યું છે. વડાપ્રધાને જે રીતે એક પછી એક તમામના પત્તાં કાપી નાખ્યા છે. શિવરાજ સિંહ, વસુંધરા રાજે, ખટ્ટર સાહેબ, ડૉ.રમણ સિંહ, દેવેન્દ્ર ફડણવીસને પણ હટાવવામાં આવ્યા. યોગીજીને હટાવવાની વાત ચાલી રહી છે જેથી ઉત્તરાધિકારીને લઈને અમિત શાહ જીનો રસ્તો સાફ થઈ શકે.
દિલ્હીના CMએ દાવો કર્યો હતો કે ભાજપની અંદર ખૂબ જ તણાવ છે કારણ કે અમિત શાહને વડાપ્રધાન બનાવવા માંગે છે અને અન્ય લોકો આ નથી ઈચ્છતા. વડાપ્રધાને હજુ સુધી એવું કહ્યું નથી કે તેમણે તે નિયમ પોતાના માટે બનાવ્યો નથી. કાં તો વડાપ્રધાને કહેવું જોઈએ કે તેમણે આ નિયમ પોતાના માટે બનાવ્યો નથી. તો જનતા સમજશે. યોગીજીને હટાવવામાં આવી રહ્યા હોવાની વાતને ભાજપના લોકોએ નકારી ન હતી. આ વાત દેશભરમાં દબાયેલા અવાજમાં ચાલી રહી છે, પણ આ જ વાત મેં મોટેથી કહી છે.
CM પદ પરથી રાજીનામું ન આપવાના સવાલ પર કેજરીવાલે કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે હું રાજીનામું આપી દઉં. તે જાણે છે કે તે મને દિલ્હીમાં હરાવી નહીં શકે. તેથી કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું છે અને તેઓ રાજીનામું આપી દેશે. મારા બાદ હવે પછીનું લક્ષ્ય મમતા બેનર્જી, પિનરાઈ વિજયન સાહેબ હશે. હવે કે મમતાજીની ધરપકડ કરીશે અને તેમની સરકારને ઉથલાવી દેશે. વિજયનજીની ધરપકડ કરીશે અને કેરળમાં તેમની સરકારને પાડી દેશે. જો હું રાજીનામું આપીશ તો દેશની લોકશાહી ખતરામાં આવી જશે.
કેજરીવાલે કહ્યું કે હું પદનો લોભી નથી. મેં ઈન્કમટેક્સ કમિશનરની નોકરી છોડીને ઝૂંપડપટ્ટીમાં કામ કર્યું હતું. તેમણે પોતે 49 દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ આજે આ મારા સંઘર્ષનો એક ભાગ છે અને જો હું આ ખુરશી છોડીશ નહીં. તેમણે અરજી પણ આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે મને પદ પરથી હટાવવાનો ઇનકાર કર્યો હતો. હું રાજીનામું નથી આપી રહ્યો કારણ કે મોદીજી જ્યાં પણ હારી જશે ત્યાં તેઓ મુખ્યમંત્રીની ધરપકડ કરશે.